ગુજરાતી સાહિત્યવિવેચનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારા સમકાલીનો આજે આંગળીના વેઢે ગણાય એટલા છે. તેમાં ડૉ. સુમન શાહ એક મોખરાનું નામ છે. વર્ષોથી હું તેમનાં વિવેચન, અધ્યાપન અને સર્જનકાર્યને પ્રેમ અને આદરથી જોતો આવ્યો છું. એમની ૪૨ વર્ષની કારકિર્દીમાં એમણે બી.એ. અને એમ.એ.માં નિરન્તર ભણાવ્યું છે. એમ. ફિલ. અને પીએચ.ડી.ના અનેક વિદ્યાર્થીઓના માર્ગદર્શક હતા. આજે એમના વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ અધ્યાપકો છે. આ આજીવન શિક્ષકને હવે વિદેશ વસતાં સન્તાનોને કક્કો બારાખડીથી માંડીને ગુજરાતી કેમ બોલાય, વંચાય અને લખાય તેની ભલે પ્રાથમિક કક્ષાની પણ પાકી સમજ આપવી છે. આ મહત્ત્વના કામ માટે સમય આપવો છે. આ ઘટનાને હું આપણી પેઢીનું અને ગુજરાતી ભાષાનું બહુ મોટું સદ્ભાગ્ય માનું છું. ઉપરના પત્રમાં તેમની વિદ્વત્તા, માતૃભાષા માટેની ભરપૂર નિસબત, ચિંતા અને જહેમત પણ સુજ્ઞોને દેખાયા વિના નહીં રહે. આપણે એક એવા સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ, જેમાં આપણે આપણી પોતાની ગુજરાતી ભાષાથી, માતૃભાષાથી, દૂર અને દૂર થતાં જઈએ છીએ. આપણા વાંચવા, લખવા, જોવા, સાંભળવા અને હવે તો વિચારવામાંથી પણ ગુજરાતી ભાષા હાંસિયામાં ધકેલાઇ રહી છે. આપણી ગુજરાતી ભાષાનો સમૃદ્ધ સાહિત્ય અને સંસ્કાર વારસો આપણી આગળ પડ્યો છે, પણ આપણા વારસદારો એનાથી સાવ અજાણ અને વંચિત છે. વિસ્મૃત થતી ભાષાને ફરી એક વાર દૃઢ કરવાને માટેના સુમનભાઈના આ પ્રસ્તાવને હું બિરદાવું છું અને આશા કરું છું કે આપ સૌ એને વધાવી લેશો. આભાર.

nice one
સ્નેહ સાધનમ