ગુર્જરી ડાયજેસ્ટને….

સ્વદેશ છોડ્યા પહેલાં
ભાષાના વિયોગની કથા
સુણી, જોઈ કે કલ્પી ન હતી
ઘર, શેરી,, સગાં-સ્નેહી
બધુ ય છૂટ્યુ બોસ્ટન રહીને
પણ મારી ગુજરાતી ભાષા?
એના લ્હેકા વગર હોઠ સૂકાય
તરસી આંખો સૂતી વખતે કેમે ય બંધ થાય નહીં
રાત્રે પડખામાં પુસ્તકને ખોળ્યા કરે હથેળીઓ…
વિયોગ આળોટ્યા કરે સમગ્ર દેહ સાથ
મોકલ્યો સંદેશ ગુર્જરી ડાય્જેસ્ટને..,
ટપાલી લાવ્યો જવાબ અંક રૂપે
અનેકા સંદેશાઓ સાથે!
ગુજરાતી ગુંજે, “ હાશ!
હવે હું પાંગરીશ અહીં પણ
વતનથી દૂર વાંચીને ‘ગુર્જરી’
શાંતીથી મીંચાય છે આંખો મારી
રાત્રીએ સૂતી વખતે…

This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

1 Response to ગુર્જરી ડાયજેસ્ટને….

  1. jjkishor કહે છે:

    સરસ. જનની ને જન્મભાષા સૌથી મહાન છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.