હે ઈશ્વર તું ક્યાં છે?

અમેરીકાના બધા રાજ્યોમાં ગઈકાલે કમકમાટીભરી ધ્રુજારી ફરી વળી છે.પ્રમુખ એવા કમાન્ડર ઈન ચીફ ઓબામાના ગળે પણ ડૂમો ભરાઈ આવે એવી ઘટના બની ગઈ.કનેટીકટ નામના રાજ્યના સત્યાવીશ હઝારની વસ્તી ધરાવતાં ન્યુટાઉન ગામની સેન્ડી બ્રૂક નામની પ્રાથમિક શાળા કે જે પ્રથમ હરોળમાં સ્થાન પામેલી ઉત્તમ સ્કૂલ ગણાય છે તેમાં હાહાકાર મચી ગયો.આદમ લાંઝા નામના વીસ વર્ષના યુવાને ધડાધડ ગોળીએ છોડીને પહેલાં ધોરણના 20 વિદ્યાર્થીઓ અને પ્રીન્સીપાલ સહિત છ સ્ટાફ મેમ્બરને મારી નાંખ્યા પછી પોતે પણ ગોળી ખાઈને દેહ ત્યાગી દીધો.તેની માતા શાળામાં મદદનીશ હતી જેને પોતાના પુત્રએ પ્રથમ ઘરે મારી નાંખી અને પછી શાળાએ આવી આ વિનાશલીલાનું તાંડવ કર્યુ હતુ.

અકળ માનસ ધરાવતાં આ ખૂની યુવાને આવું શા માટે કર્યુ? તેનું કારણ તો તે જ કહી શકે અને તે હવે નથી એટલે ભયની ઘંટડી સૂચવતા આ પ્રશ્નના જવાબ માટે અમેરીકાના ઉત્તમ માનસશાસ્ત્રીઓ કામે લાગ્યા છે. ફરી આવું બીજે ન બને તેની સાવચેતી માટે ઘણા બધા પ્રશ્નોના જવાબ જરૂરી છે.આ બનાવને કારણે સલામતીની ભાવનાને જે ઠેસ પહોંચી છે તેનાથી અમેરીકા જેવા મજબૂત રાજ્યના પ્રમુખ પણ હલી ઉઠ્યા છે ત્યારે દુનિયાભરમાં તેની અસર પહોંચે તે સહજ છે. સ્વતંત્રતાના જુવાળમાં રક્ષણ માટે લોહીયાળ હથિયાર રાખવાની સ્વતંત્રતાએ આજે વગર કારણે ફૂલ જેવા વીસ વીસ નિર્દોષ બાળકોનો ભોગ લઈ શાળાનું આંગળુ લોહીયાળ કર્યુ છે ત્યારે કોઈ પણ માબાપ કે વડામાબાપ કેમ શાંત રહી શકે?

નાનકડા આ શાંત ગામમાં હણાયેલી આ શાંતીએ દુનિયાભરમાં એક છૂપો ખળભળાટ મચાવી દીધો છે. કઈ ઘડીએ કઈ જગ્યાએ કોઈ દુષિત અને અશાંત માનવ શાંતી નષ્ટ કરવાની તાકાત વાપરવા લાગે તેની ખબર ન રહે તે અશાંત માનવની શાંત સમાજ પર સરસાઈ છે જેનો પુરાવો વ્હાલા બાળકો ગુમાવી બેઠેલા આ માબાપોની આંખોમાં સતત ડોકાતો રહેશે.

સમાજ અને સામાજિક ફરજોના પાઠ નાગરિકશાસ્ત્રમાં ભણ્યા છીએ પણ એક ઉત્તમ નાગરીક તરીકે બીજાના સુખદુ:ખની આપણે કેટલી પરવા કરીએ છીએ? આ અવગણનાએ સમાજ પ્રત્યેના પ્રેમને ધીરે ધીરે લોકોના હ્રદયમાંથી નષ્ટ કર્યો છે. ભેદભાવની અનેક સીમારેખાઓ આપણે નથી ઓળંગી શક્તા પણ અન્ય પાસે એવી અપેક્ષા જરૂર રાખીએ છીએ.

જાણ્યા મળ્યુ છે કે આ ખૂની યુવાનના માબાપે હજુ ત્રણ વર્ષ પહેલાં જ છૂટાછેડા લીધા હતા.તેનો ભાઈ તેના પિતા સાથે અન્ય સ્થળે રહેતો હતો.તેમના થકી હવે કારણોની કોઈ કડી હાથમાં આવે તે માટે તે અત્યારે પોલીસની કસ્ટડીમાં છે.

કારણો અને નિવારણો મૃત્યુ પામેલા પ્યારા અને સુંદર વીસ બાળકોને હવે પાછા નહી લાવી શકે. હૈયાફાટ રડતા એમના માબાપો પર ઈશ્વર પ્રેમ શક્તિનો વરસાદ વરસાવે અને એમને શાંત અને સ્વસ્થ જીવન તરફ પાછા ફરવાની શક્તિ આપે એ પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચાડવાની ઈચ્છા સાથે જ પ્રશ્ન ઊઠે છે કે હે ઈશ્વર તું ક્યાં છે?

This entry was posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રસંગો. Bookmark the permalink.

10 Responses to હે ઈશ્વર તું ક્યાં છે?

  1. nilam doshi કહે છે:

    bap re..! i have not words.. and cant write with watery eyes..

    what can we do ? what should we do ?
    right now praying heartily for those children.

  2. readsetu કહે છે:

    ઘણા વખત પહેલાં મેં એક લેખ લખ્યો હતો જે મેં દૃશ્ય જોયું એના પરથી. અહીંની જ વાત છે. એક બગીચામાં દાદા એના પૌત્રને રમાડતા હતા. પેલો નાનકડો પૌત્ર હાથમાં સાંઠીકડું લઇને દાદાને જાણે બંદૂક મારતો હોય એમ એક્ટિંગ કરે, દાદા આંખ બંધ કરીને પડી જાય અને પછી હસતા હસતા ઉઠે. બંને હસે. મારી દૃષ્ટિએ આ ભયંકર શિક્ષણ હતું.. અને હું લખ્યા વગર ન રહી શકી…

  3. readsetu કહે છે:

    ખરેખર રુંવાડા ઊભા કરી દે અને કમકમાટી ઉપજાવે એવી ઘટના છે. અહીંના છાપાઓમાં પણ એના સમાચાર હતા. અને એના કારણોમાં ઉતરી જરૂર ઉપાયો તરફ જવું જોઇએ. હું જુગલકિશોરભાઇની વાત સાથે સહમત છું કે યુવાનોને બગાડનારા તત્વોમાં ફિલ્મોને મૂકી શકાય. પણ મને લાગે છે, ઉછેર વધુ મહત્વનો છે. મા-બાપની વર્તણુંક અને બાળકને શીખવેલા વિવેક – સમજ બહુ મોટૉ ભાગ ભજવે છે.

  4. himanshupatel555 કહે છે:

    આજે સવારે વૃક્ષને કાંટા વાગ્યા,
    અને બે દિવસ પહેલાં કાચા સ્ત્રિ-પુરૂષોને બુલેટો વાગી હતી.

  5. himanshupatel555 કહે છે:

    તમારી e mail મળતી નથી એ તમારી જાણ ખાતર.

  6. jjugalkishor કહે છે:

    “ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે” ચાલી જ રહેતું હોય છે. આજકાલ કૌરવપક્ષ જીતી રહ્યો છે.

  7. jjugalkishor કહે છે:

    સૌથી વધુ અસર કરનારાં તત્ત્વોમાં ફિલ્મોને આગલી હરોળમાં મુકી શકાય. એણે જે શીખવ્યું છે તેણે સમગ્ર વીશ્વને હીંસા અને જાતીય અનીષ્ટો ભેટ ધર્યાં છે. પૈસાની ઝાકમઝોળો બતાવીબતાવીને લોકોના મનમાં એક તીવ્ર અતોષ અને બીજાની ઈઁર્ષ્યાથી ઉભી થતી સરખામણી ને ખાસ તો કુટુંબકલેશનાં મુળીયાં આ બધી ફીલ્મી વાર્તાઓમાં જોવા મળશે. કુમળા માનસને બગાડનારાં તત્ત્વોની યાદી બહુ મોટી નથી.

    હવે નેટ પર તો બધું જ મળે છે. સમાજ ક્યાં જઈને અટકશે ?

    • આપની વાત બિલકુલ સાચી છે. તેમાં હવે વિડિયો ગેઈમ ભળી છે. ફેન્ટેસી અને રીયાલીટીનો તફાવત સમજવો બાળમાનસ માટે મુશ્કેલ છે. અને રમતોમાં પણ એકબીજાને મારવાની અને પછાડવાની રમતો મુખ્ય છે. ટાઈલર નામનો મારો આઠમા ધોરણનો વિદ્યાર્થી તેના માબાપ પાસે બીબી ગન માંગે છે જેથી તે બંકર બનાવી તેમાં સંતાઈને દુશ્મનને કેમ હરાવવો તેની રમત મિત્ર સાથે રમી શકે. બીબી ગન મારી ન નાંખે પણ જોરદાર ચોટ તો આપી જ શકે. સદનસીબે ટાઈલરના માબાપે તેને હજુ નથી અપાવી પણ હું ખાતરીથી કહી શકું છું કે તેના ઘરમાં સાચી ગન હશે કારણ કે દાદી પોલીસ ફોર્સમાંથી રીટાયર્ડ થઈ છે.

  8. pragnaju કહે છે:

    હૈયાફાટ રડતા એમના માબાપો પર ઈશ્વર પ્રેમ શક્તિનો વરસાદ વરસાવે અને એમને શાંત અને સ્વસ્થ જીવન તરફ પાછા ફરવાની શક્તિ આપે એ પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચાડવાની ઈચ્છા સાથે જ પ્રશ્ન ઊઠે છે કે હે ઈશ્વર તું ક્યાં છે?
    ૧ સ્વતંત્રતાના જુવાળમાં રક્ષણ માટે લોહીયાળ હથિયાર રાખવાની સ્વતંત્રતાએ …
    અંગે ફેર વિચાતણા થવી જોઇએ
    ૨ સંસ્કાર કેળવવા વધુ પ્રયત્નો થવા જોઇએ

    • બિલકુલ સાચી વાત છે અને અત્યારે એ થઈ જ રહ્યુ છે પણ અસામાજિક પરિબળોનું જોર બહુ વધતુ જાય છે. સંસ્કાર કોને કહેવા તે જ જાણે વિસરાતું જાય છે. વિડિયો ગેઈમમાં થતી મારામારી પણ સંસ્કાર બગાડે તેવું માનનારા પરિવારોના મુકાબલે દુર્લક્ષ સેવતા માબાપો કેટલા બધા?

Leave a reply to readsetu જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.