અમી આમ અચાનક જતી રહેશે તેની તપનને કલ્પના ન હતી. જો કે લાંબા વખતથી તે પરવશ હતી તે ખરૂં પણ કોઈ જીવલેણ બિમારી ન હતી. ભારે શરીર અને નબળાં હાડકાં તેથી અવારનવાર ફસડાઈ પડે એ સિવાય બીજી કોઈ ખાસ ફરિયાદ નહીં. આ કારણે ન તો તેનાથી ઘરના કામો પૂરા થતા કે ન તો બહુ બહાર જવાય. રસોયણ અને કામવાળી ઘરના કામ સંભાળે આથી વાંચન અને ટી.વી. સિવાય કોઈ ખાસ પ્રવૃતિ નહીં પણ પરિચિતોનું વર્તૂળ મોટું હોવાથી લગભગ રોજ સાંજે કોઈને કોઈ ખબર પૂછવા બહાને આવ્યુ હોય ઉપરાંત તપન ક્યારેક તેને નજીકના સગાઓ કે મિત્રોના ઘરે લઈ જાય. આમ કાયમની શારિરીક તકલીફ છતાં અમી આનંદમાં રહેતી. અંતરના આ આનંદનો સઘળો યશ તે તપનને આપતી. પણ તપન?
તપનને મન અમી એક બોજ બની ગઈ હતી. એક તો તે અંગ્રેજી સમજતી ન હતી જ્યારે તપન અંગેજીનો પ્રોફેસર અને વાતવાતમાં તેને ઈંગલીશ બોલવાની આદત વળી અમી સાવ ઓછાબોલી અને તપન એકદમ વાતોડીયો. અમી કંઈ સમજે નહીં તેમ માને એટલે અમી સાથે વાતો કરે તો ય તપનને તેનો કોઈ આનંદ નહીં આમ બંને વચ્ચે સંવાદિતા પણ ઓછી. જો કે ક્યારેક બહારથી અકળાઈને આવ્યો હોય ત્યારે અમી પાસે ક્યાંય સુધી તપન હૈયાવરાળ ઠાલવ્યા કરતો તે વખતે અમી સમજે કે ન સમજે પણ ખુબ ધીરજથી તેને સાંભળે. ક્યારેક બહારગામ જવાનું થાય ત્યારે સાંજ પડ્યે અમીની ચિંતાએ ઘરભેગા થવું પડે તો તે પણ તપન માટે અકળાવનારી વાત બની રહેતી. સેલ ફોનમાં રીંગ વાગતાં જ બઝારમાંથી કામ પડતું મૂકીને અમી માટે ઘરે આવવુ પડે તેવું તો કેટલીયવાર બનતું. ઘરમાં આંટા મારતા અમી ફસડાઈ પડી હોય અને પછી જાતે ઊભા થવાનું તેનાથી જવલ્લે જ શક્ય બનતુ. એના ભારે શરીરને બગલમાંથી ટેકો આપી ઊભી કરતી વખતે ચિંતાના સૂરે તપનથી કહ્યા વગર ન રહેવાય કે “મને કાંઈ થયું તો તારૂં શું થશે?”
આ બધી તકલીફો કરતાં ય મોટી તકલીફોનો ખ્યાલ તપનને અમીના ગયા પછી જ આવ્યો. તહેવારોમાં ય બહેનને તકલીફ ન પડે તે માટે જે રસોયણ અને કામવાળી કામ કરી જતી તેઓએ હવે એક વિધુરને ત્યાં કામ કરવાની ના પાડી દીધી. અમીની ખબર પૂછવાને બહાને મિત્રો અને સગાવ્હાલાં પોતાને કારણે જ આવે છે તેમ માનતા તપનને આ અવરજવર બંધ થતાં જ સમજાયુ કે અબોલ અને પ્રેમાળ હાસ્યથી અમી બધાના દિલ જીતી લેતી હતી. પોતાની હાજરીનો ભાર તે તપન સિવાય કોઈને લાગવા દેતી નહીં. ઉજાસ પાથરતાં અમીના હાસ્યની ખોટે મિત્રોના આમંત્રણો પણ ઓછા થયા. અધૂરામાં પુરૂં છેલ્લો મેડિકલ રીપોર્ટ હૃદયની બિમારીની લાલબત્તી ધરતો હતો. કદાચ સર્જરી પણ કરાવવી પડે. સંતાનમાં એક દીકરી ખરી પણ તેના ઘરે કેટલું રહેવાય? અને તે પણ અહીં કેટલો વખત રહે? આ પ્રશ્ન દિવસે દિવસે મોટો થતો જતો હતો.
અમી જતી રહેશે તો પોતાનું શું થશે તે વિચાર તેને કદી નહોતો આવ્યો. અરે! અમી પણ ક્યારેય બોલી નહીં કે, “મને કાંઈ થયુ તો……….
અમી જતી રહેશે તો પોતાનું શું થશે તે વિચાર તેને કદી નહોતો આવ્યો. અરે! અમી પણ ક્યારેય બોલી નહીં કે, “મને કાંઈ થયુ તો……….And then what happened ?
May be in the next post !
Liked the Varta.
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar
nicely expressed..like this.. keep on wriitng..
very nice theme …u can eક્ષ્pand it…