સુંદરીને એક જ
મૂંઝવણ
કેમ અર્પી શકું
વધુ સુંદરતા
ચહેરાને સદા !

ભાવાર્થઃ

બાહ્ય સ્વરૂપમાં અટવાયેલા આપણે સૌ આત્માની ઓળખ ભૂલીને અન્યના દુઃખદર્દથી બેખબર રહી સ્વાર્થમાં કેટલા ડુબેલા છીએ તે દર્શાવવાનો અહીં પ્રયત્ન છે.કુદરતની બધી જ મહેરબાની હોય તો પણ રૂપ કે જે વિનાશી છે તેને શણગારવાની વ્યર્થ મૂંઝવણ બાહ્ય સૌદર્યનું અભિમાન ટકાવવાની મથામણમાંથી ઊભી થઈ છે.અહીં સાદગીનો અભાવ મુંઝવણનુ કારણ છે.મૂંઝવણ એ તાણની જનેતા છે અને સાદગી એ તાણથી દૂર રહેવાની એક રીત છે.ઈશ્વરની પૂરી કૃપા હોય તો પણ અહમ પોષવા માટે સાદાઈથી દૂર થઈ તાણ ઊભી થાય તેવા જીવન તરફ જતા આપણે સૌને કંઈકને કંઈક કારણ મળી જ રહે છે તે અહીં દર્શાવવાનો પ્રયત્ન છે.રૂપ ટકાવવાની એ એક જ મૂંઝવણ છેવટ સુધી અસ્તિત્વ સાથે જડાઈ રહે છે. આમ ‘જ’ શિર્ષક અર્થસૂચક છે.

This entry was posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

4 Responses to

 1. himanshupatel555 કહે છે:

  તમે જ સરસ સમજાવ્યુ અને અરિસા સામે ઉભેલી સ્ત્રિ પાછળ ઉભા રહી એને ફરીથી નવેસર દેખાડી મુંઝવણ અને જ વચ્ચે.

 2. chandravadan કહે છે:

  સ્વાર્થમાં કેટલા ડુબેલા છીએ તે દર્શાવવાનો અહીં પ્રયત્ન છે.કુદરતની બધી જ મહેરબાની હોય તો પણ રૂપ કે જે વિનાશી છે તેને શણગારવાની વ્યર્થ મૂંઝવણ બાહ્ય સૌદર્યનું અભિમાન ટકાવવાની મથામણમાંથી ઊભી થઈ છે.
  Rekhaben,
  Nice Post with ONE THOUGHT in several words..then the MEANING.
  Liked the Post.
  And I say>>>>

  દેહ..અને દેહની સુંદરતા.

  એવી સુંદરતા સાથે આવે સ્વભાવે અભિમાન.

  એવા અભિમાન કારણે એવી સુંદરતાના વધુ દિપાવવા માટેની આશાઓ.

  એવી આશાઓ સાથે શણગાર….આ રીતે માનવી જાળમાં ફસાય છે.

  દેહની કાળજી રાખવી એ વાત જુદી છે.

  ત્યારે દેહ આત્મા ના મંદિરરૂપે નિહાળવાની વાત છે..અહી અહમની વાત નથી.

  જ્યારે માનવીને આત્માની સમજ આવે ત્યારે જ સ્વરૂપ સાથે મુકેલી “માયા જાળ”થી દુર રહી શકે છે.

  અને..આત્માનું જ્ઞાન એટલે “પરમ તત્વ”નું જ્ઞાન..યાને પ્રભુની સમજ !

  >>ચંદ્રવદન
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you ALL on Chandrapukar !

 3. Atul Jani (Agantuk) કહે છે:

  भोगे रोग भयं
  कुले च्युति भयं
  विते न्रुपालाद भयं
  मौने देन्य भयं
  बले रिपु भयं
  रुपे जराया भयं
  शास्त्रे वाद भयं
  गुणे खल भयं
  काये कृतांताद भयं
  सर्व वस्तु भयान्वितम भुवि न्रुनाम
  वैराग्यम एव अभयं
  (भर्तुहरी )

  अर्थात :
  भोग में रोग का भय
  कुल में भ्रष्ट होने का भय
  धन में राजा का भय
  मौन में दीनता का भय
  बल में शत्रु का भय
  रूप में वृधावस्था का भय
  शास्त्र में वाद विवाद का भय
  गुण में मूर्खो का भय
  काया में काल का भय
  ऐसे सर्व वस्तु मनुष्यों को जगत में भयभीत करती हे
  मात्र वैराग्य ही अभय हे

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.