ખોટા પ્રશ્નનો સાચો જવાબ

ગણિતનો એક સાદો પ્રશ્ન પૂછુઃ તમે તમારા ઘરથી ઓફીસે જાવ છો ત્યારે તમારી કારમાં કલાકના સરેરાશ ૬૦ કિ.મી ઝડપે જાવ છો અને ફરી ઘરે આવો છો ત્યારે સરેરાશ ૪૦ કિ.મી.ની ઝડપે કારમાં આવો છો તો તમારી કારની સરેરાશ ઝડપ કેટલી? જો આ પ્રશ્ન સાચો હોય તો કલાકના ૫૦ કિ.મી.એ જવાબ ખોટો છે. જતાં અને આવતાં અંતર સરખુ છે અને ધારો કે ઘરથી ઓફીસ ૬૦ કિ.મી.દૂર છે તો જતાં આવતાં બંને મળીને ૧૨૦ કિ.મી.કાપતા અઢી કલાક થાય કારણ કે વળતા ઝડપ ઘટી હોવાથી સમય વધારે થશે. આમ અઢી કલાકના ૧૨૦ કિ.મી.લેખે કલાકના ૪૮ કિ.મી.ની ઝડપ ગણાય. અંતર વધારે ગણો તો સમય પણ વધુ થશે. અને તેથી સરેરાશ કલાકના ૪૮ કિ..મી. ની જ આવે તે સમજાય તેમ છે પરંતુ ખરી વાત તો એ છે કે આંકડાશાત્રની રીત પ્રમાણે સરેરાશની સરેરાશ ન કાઢી શકાય તેથી આ મૂળ પ્રશ્ન જ ખોટો ગણાય.

જીવનમાં પણ આમ થતુ જોવા મળે છે. ખોટા પ્રશ્નના સાચા ઉત્તર મેળવવા આપણે મથતા હોઈએ છીએ પછી બહુ મોડું સમજાય કે મૂળ પ્રશ્ન જ ખોટો હતો અને જવાબ મેળવવામાં ખોટો સમય ગુમાવ્યો. કેટકેટલા પ્રશ્નના ઉત્તર આપણે મેળવવા મથતા હોઈએ છીએ. તે વગર મનને ચોખ્ખુ રાખવાની કળા જ જાણે વિસરાઈ ગઈ છે. જ્યાં સુધી અમુક પ્રશ્નનો જવાબ ન મળે ત્યાં સુધી એ દિશામાં આગળ વધતા આપણે અટકી જઈએ છીએ. કેટલીકવાર પ્રશ્નમાં એવા ગુંચવાઈ જઈએ છીએ કે મૂળ ધ્યેયને પણ વીસરી જઈએ છીએ. દુઃખની વાત એ છે કે પ્રશ્ન ખોટો છે તેની જ આપણને જાણ નથી હોતી અને મથ્યા કરીએ છીએ. સમયની આપણને કિંમત નથી તેથી મળેલા જીવનનો સમય વેડફી નાખીએ છીએ. કોઈને કરેલી મદદનું વળતર ન મળે તો એનો પણ રંજ રહે છે. જેમાં સાચી ખુશી મળવી જોઈએ તેમાંથી પણ આપણને દુઃખનું કારણ શોધી લેવાની જાણે કે ટેવ પડી છે. કોઈને આપણી દયા આવે એવી પરિસ્થિતિ આપણને ગમતી નથી પણ આપણે કપરી પરિસ્થિતિમાં માર્ગ કંડારીએ છીએ તેની ડંફાશ આપણને ગમે છે. “મારી જગ્યાએ કોઈ બીજું હોતને તો…….” વેદના સાથે આ વાક્ય મેં અનેકને મોઢે સાંભળ્યુ છે. કદાચ અજાણપણે મેં ય ઉચ્ચાર્યુ હોય. આપણે એમ જ માનીએ છીએ કે આપણી જગ્યાએ બીજું કોઈ હોત તો આપણા જેટલું સહન ન કરી શકે. કદાચ વધારે કરી શકે તે શક્યતા વિષે વિચારવાનુ આપણે ટાળીએ છીએ.

દરેક પ્રકારના સંજોગોમાં આપણી લડત જાત સાથે વધુ હોય છે. માંહ્યલો ડંખે તે આપણે સહી શકતા નથી. બીજાના ડંખ ઝીરવવા સહેલા છે પણ જાતના ડંખ અસહ્ય થઈ જાય ત્યારે આપણે જાતને ય નફરત કરતા થઈ જઈએ છીએ અને જે સ્વને નથી ચાહી શક્તા તે અન્યને તો કેમ કરીને ચાહી શકે? નફરતનું ઝેર બીજા પર ઓક્યા વગર જીવવુ દુષ્કર થઈ જાય એટલે જે સંપર્કમાં આવે તેના દોષ ખોળી તેને પ્રેમ ન કરી શકવા માટે મનને મનાવી લઈએ છીએ.ધીરે ધીરે અન્યથી દૂર થઈ એકલતા તરફ અજાણપણે આપણી ગતિ શરૂ થઈ જાય છે એકાંત માટે થોડો સમય હોવો તે અનિવાર્ય જરૂરિયાત છે પરંતુ એકલતા અને એકાંતમાં બહુ મોટો ફર્ક છે તે વીસરી જઈ કેટલીકવાર આપણી જાતે જ આપણે દુઃખની ગર્તા માં લપસ્તા જઈએ છીએ અને આંખ મીંચીને લપસવાની મજા ય લેતા હોઈએ છીએ. જ્યારે દુઃખનો અનુભવ થાય ત્યારે અન્યને દોષ દઈ દુઃખનો સ્વીકાર કરી લઈએ છીએ પરંતુ આપણી જવાબદારી સમજી એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ તો પરિસ્થિતિ બદલ્યા સિવાય પણ એ શક્ય છે તે સમજવું અઘરૂં નથી છતાં એમ કરવાનું ટાળીએ છીએ કારણ? આપણને જવાબદારી વગરની સ્વતત્રતા ગમે છે એટલું જ નહી એ મેળવવા જ આપણે મથીએ છીએ જે શક્ય જ નથી તે સમજાય ત્યારે મોડું થઈ ચૂક્યુ હોય છે. કદાચ સ્વતંત્રતાનો સાચો અર્થ જ ઘણાલોકોની સમજણ માર્યાદાની બહાર હોય છે. જેની પાસે આર્થિક સ્વાતંત્ર્ય છે તેઓ પૈસા થકી ધાર્યુ કરી શકતા હોવાથી પોતાને સ્વતંત્ર માનવા લાગે. તેમનું જીવન પૈસા પર આધારિત છે તે કેટલાકને જીવનભર નથી સમજાતુ.કેટલાંક લોકો સત્તાને આધારે જીવતા હોય છે. ઘરમાં એમનો પડ્યો બોલ જીલાતો હોય અને એ પણ વાતાવરણ કલુસિત થવાના ડર થકી. પ્રેમનો અભાવ સ્વતંત્રતાના સાચા અર્થથી તેમને વિમુખ જ રાખે છે અને તેઓ સંપૂર્ણપણે કુંટુંબ પર આધારિત હોવા છતાં પોતાની જાતને સ્વતંત્ર માને છે.

બિલકુલ પરાધીન હોવા છતાં જેમનો આત્મા મુકત છે તે સ્વતંત્ર છે અને જેનો આત્મા મુકત છે તે પ્રેમસ્વરૂપ છે. આવી પ્રેમસ્વરૂપ વંદનીય વિભૂતિઓ વિદેહી હોય છે. દેહની પરિસ્થિતિ સાથે તેમની સ્વતંત્રતાને નિસ્બત હોતી નથી.
એક ક્ષણ માટે ધન,સત્તા અને કુંટુંબના બધા આવરણો ખસેડી તમારી જાતને જોઈ જુઓ. કેટકેટલા લોકો તમને એ કારણે જ સાચવી લે છે તે ખ્યાલ આવશે. આ જ આવરણો અંતરની પ્રેમજ્યોત પ્રજ્જવલિત થવા આડે આવે છે અને આપણે સ્વને કે અન્યને સંપૂર્ણપણે ચાહી શકતા નથી અને પછી પ્રેમના અભાવની ફરિયાદ કરીએ છીએ. જે આપણી પાસે ન હોય એનો અભાવ આપણને વહેલો મોડો નડવાનો જ. પ્રેમમા લેનાર નહી દેનાર જ સુખી થઈ શકે એ સત્ય સમજવા છતાં બીનશરતી અને અવિરત પ્રેમની ધારા માનવીના હદયમાંથી કેમ સુકાવા લાગી છે? તે પ્રશ્ન સાચો છે કે ખોટો? આપ કહી શકશો?

This entry was posted in સુવિચાર, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

6 Responses to ખોટા પ્રશ્નનો સાચો જવાબ

 1. chandravadan કહે છે:

  જે આપણી પાસે ન હોય એનો અભાવ આપણને વહેલો મોડો નડવાનો જ. પ્રેમમા લેનાર નહી દેનાર જ સુખી થઈ શકે એ સત્ય સમજવા છતાં બીનશરતી અને અવિરત પ્રેમની ધારા માનવીના હદયમાંથી કેમ સુકાવા લાગી છે? તે પ્રશ્ન સાચો છે કે ખોટો? આપ કહી શકશો?

  Read your Post.
  It starts with the Mathematics (Ganit).
  Then, the discussion shifts to Human Life (Jivan).
  At the end….the last Question as read in the above Gujarati words !
  LOVE !
  This valuable ASSET of the Humans.
  Love (Prem) is a TWO WAY CHANNEL. One GIVES & other RECEIVES.
  The GIVER must give it UNCONDITIONALLY to the other.
  The RECEIVER of the love feels that love, and may or may not get the HAPPINESS..often the receiver is HAPPY with the TRUE LOVE. But…regardless of the OUTCOME of the GIVEN LOVE the person must feel content with the feelings that the RIGHT ACT was done, and to do that way was his DUTY.
  When the ACTIONS ( Love or Donations Etc) are viewed as the DUTIES, that person often is marching towards the DIVINE.
  ALL HUMAN HEARTS are PURE & filled with LOVE. Those who are ready to share that love are loved by God..those who have this love are NOT ready to share it with others are on the WRONG PATH and often their GOODNESS/LOVE is masked by EGO/MOH MAYA.
  Rekhaben…I have written a lot, but I do not know if I had answered you last Question or not ?
  Nice to be on your Blog !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to my Blog !

 2. Gujaratilexicon કહે છે:

  નમસ્કાર!
  આપનો બ્લોગ ”અક્ષરપાત્ર” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

 3. pragnaju કહે છે:

  રેખાબેન કદાચ
  Find the value of ‘p’ and of ‘q’ if 2x^4+px^3+qx-4 leaves a remainder of 36x+32 when it is divided by x^2-2x-3.આવો પ્રશ્ન પૂછશે તેને બદલે,’ અવિરત પ્રેમ….;ગુણમાહાત્મ્યાસક્તિ રૂપાસક્તિ પૂજાસક્તિ સ્મરણાસક્તિ દાસ્યાસક્તિ સખ્યાસક્તિ વાત્સલ્યસક્તિ કાન્તાસક્તિ આત્મનિવેદનાસક્તિ તન્મયતાસક્તિ પરમવિરહાસક્તિ રૂપા એકધા અપિ એકાદશધા ભવતિ આ પ્રેમ પામતા પહેલા અપેક્ષા વગરના પ્રેમી બનવું પડે
  નીલમે રેખાના જીવનમા અગત્યનો ભાગ ભજવ્યો છે પણ આ ઓરીજીનલ અને…? સમજ ન પડી !

 4. સુરેશ જાની કહે છે:

  પ્રેમમા લેનાર નહી દેનાર જ સુખી થઈ શકે એ સત્ય સમજવા છતાં બીનશરતી અને અવિરત પ્રેમની ધારા માનવીના હદયમાંથી કેમ સુકાવા લાગી છે? તે પ્રશ્ન સાચો છે કે ખોટો? આપ કહી શકશો?
  ——–
  ના!
  ——–
  સવાલ જવાબ ની વ્યર્થતા! જીવન જીવવાની શરૂઆત આપણાથી જ કરવાની.

 5. nilam doshi કહે છે:

  Really nice one,like it
  I can see original Rekha in this.
  Congrats
  Where r u ?

  Sent from my iPhone http://www.paramujas.wordpress.com
  Nilam doshi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.