સાહિત્ય સંમેલન

૨૦૧૩ના મે મહિનાના ધોમ ધખતા તાપમાં અને એ પણ અમદાવાદમાં ૨૬મી તારીખે એકઠા થયેલા થોડા પણ સાચા મિત્રોને મળી જે ઠંડક અનુભવી તેમાં યજમાન વલીભાઈનો ફાળો સૌથી મોટો હતો કારણ કે એમની હોટેલ “સફર ઇન”માં આ સાહિત્ય-સંમેલન એમણે યોજ્યુ હતું. શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ, શ્રી રજનીકુમાર પંડ્યા. લત્તા હીરાણી, શ્રી અશોકભાઈ વૈષ્ણવ, દર્શિતભાઈ, પૂજાબહેન અને મારા વેવાણ જસુબેન તેમ જ હું અને વલીભાઈ મળી કુલ નવ મિત્રોની નાનકડી મંડળીમાં ગોષ્ઠીનો આનંદ ખરેખર અવિસ્મરણીય રહ્યો. ફકત સાંભળવાનું કે બોલવાનું હોય ત્યારે એકપક્ષી વાતવ્યવહાર થઈ જાય એટલે કંટાળો પણ ભળે તેવી શક્યતા રહે પણ અહીં અમે સાહિત્ય ગોષ્ઠીનો સાડા ત્રણ કલાકનો આનંદ લઈને ઉઠયા.

શ્રી જુગલકિશોરભાઈને મળવાની તમન્ના ઘણા સમયથી હતી. ગાંધીયુગના અને સાહીત્યના આ સાચા સેવકના મંદ હાસ્યમાંથી ઝરતી પ્રેમની એકધારી સરવાણીએ અમદાવાદની ગરમીને પળમાં ભૂલાવી દીધી. અને શ્રી રજનીભાઈ તો જાણે પ્રસન્નતાનું બીજુ નામ ! બોસ્ટન તેઓ મારા મહેમાન થયા તેને લગભગ ૨૦ વર્ષ થવા આવ્યા હતા. પણ એમની સાથેનો સંપર્ક તો એ પહેલાંથી પણ જળવાયો હતો તેમાં એમની તીવ્ર યાદદાસ્તનો ફાળો ઘણો મોટો છે. શબ્દના શિલ્પી એવા રજનીભાઈની વાતો એમના સ્વમુખે સાંભળવાનો લ્હાવો મળે તો ચૂકવા જેવો નહી…આવવાની મુશ્કેલી હતી છતાં લત્તા હીરાણીએ મિત્રતાનું માન રાખ્યુ અને નારીના મનોભાવ વિષે લખાતી કવિતાઓ વિષે સુંદર વિવેચન કરી અમને સૌને પ્રસન્નતા વહેંચી…..શ્રી વલીભાઈએ એમનો વાર્તાવૈભવ વાતોથી દર્શાવ્યો એટલું જ નહી એમના દિલનો વૈભવ આતિથ્યમાં સમોસા અને આઈસક્રીમ સાથે પણ પીરસાયો.

શ્રી જુગલકિશોરભાઈએ જોડણી વિષેની વાતોની રસલ્હાણી કરી તેમાં એમના વિચારો વધુ જાણ્યા અને તેથી એમના પ્રત્યેનો આદર વધ્યો. તેઓ દ્રઢપણે માને છે કે લખવાનો પ્રવાહ જોડણીને કારણે અટકવો ન જોઈએ અને ધીમો પણ ન પડવો જોઈએ. જોડણીનું ખરૂ મહત્વ એનો ભાર ન લાગે તે જ છે અને તો જ શીખવાની પણ સરળતા અને ધગશ રહે. ગુંચવાડા જેટલા ઓછા તેટલો રસ્તો સરળ તે આપણે સૌ જાણીએ છીએ છતાં ગુંચવાડા ઉભા કરનારા અને તે દૂર ન થાય તે જોનારાઓને કદાચ પોતાની મહત્તા ઓછી થઈ જવાનો ભય હોવો જોઈએ નહીતર ઉંઝાનો વિરોધ શા માટે?

‘બગીચાનો માળી’ નામના બ્લોગના લેખક દર્શિતભાઈએ આજની યુવાપેઢીનું પ્રતિનિધિત્વ કરી સાહિત્ય પ્રત્યેની એમની રૂચિ ને ભાવનાઓની થોડી વાતો કરી જ્યારે અશોકભાઈએ એક વાંચક તરીકેના પ્રતિભાવો દર્શાવ્યા.

શ્રી રજનીભાઈએ એક સરસ મુદ્દાની ચર્ચા છેડી. લેખક અને સર્જક વચ્ચેના તફાવત પર એમણે અને શ્રી જુગલભાઈએ મળીને સારો પ્રકાશ પાડ્યો. આ જ્ઞાનગોષ્ઠીમાં શ્રોતા બનીને પૂજાબહેન અને જસુબહેને અમને એમની હાજરીથી ભર્યા ભર્યા કરી દીધા. વક્તાઓનો આનંદ શ્રોતા વગર ક્યાંથી? કેટલીકવાર બધા બોલે અને કોઈ ન સાંભળે તેવું બનતુ પણ જોવા મળે છે. અહીં બધાને બોલવાની તક સાથે ધીરજથી સાંભળનારા પણ મળ્યા તેમાં સૌથી પહેલી બોલવાની તક મને મળી.

ડાયાસ્પોરા વિષેના વિચારો મનમાં કબજો લઈને બેઠા હતા તે પ્રગટ કરવાની તક મળવાથી ઘણી હળવાશ અનુભવી. આગલા દિવસે ગુજરાતી સાહિત્ય પરિષદના (‘અમેરીકાવાસી કેટલાંક ગુજરાતી સર્જકો’ પુસ્તક વિષેના) કાર્યક્રમ પછી આ પુસ્તકના સંપાદનમાં મદદ કરનાર શ્રી રમેશભાઈ સાથે વાત કર્યાની ભૂલનો કડવો સ્વાદ હજુ ભૂલાયો નહોતો…અહીં આ કાર્યક્રમની મીઠાશ થકી એ સ્વાદ લોપાયો.

પરિષદની વેબ સાઈટ પર તે કાર્યક્રમ વિષે મેં મૂકેલ અભિપ્રાય આ પ્રમાણે છેઃ
કાર્યક્રમનું શિર્ષક “પન્ના નાયકની કવિતાઓ” હોત તો વધુ યોગ્ય હોત એવો કાર્યક્રમ હતો. કંઈ જ નવુ જાણવા ન મળ્યુ. અમેરીકાથી દેશની મુલાકાતે આવ્યા હોઈએ ત્યારે સમયની સાઠમારી હોય એથી સમય ગુમાવ્યાનો અફસોસ થયો. શું અમેરીકામાં એ સિવાય બીજા કોઈ સર્જકો છે જ નહી? કે પછી ફક્ત સ્ત્રી હોવાને કારણે પન્ના નાયક જ વિષય બની રહે છે? તેઓ એક ઉત્તમ કોટીના સર્જક છે તેમાં ના નહી પણ એથી કરીને અન્ય ઉત્તમ કોટીના સર્જકોની વાત માટે જગ્યા જ ન હોય તે વધુ પડતુ લાગે છે. પુસ્તકમાં પણ અને વ્યાખ્યાનમાં પણ…..

અંતે આ સંમેલન યોજવા માટે શ્રી વલીભાઈ મુસાનો ખુબ ખુબ આભાર… અને સૌ સહાયકોએ ફાળવેલા કિંમતિ સમય બદલ અંતઃકરણ પૂર્વક આદાબ ……

Rekha_Sindhal_Safar_InRekha sindhal-Me-Lata Hirani-26-5-13rekha-reeta-Lata Hirani_Bhabhi-26-5-13સ્નેહ મિલન ૩

This entry was posted in સ્વાનુભવો. Bookmark the permalink.

6 Responses to સાહિત્ય સંમેલન

 1. Ashok Vaishnav કહે છે:

  મુરબ્બી શ્રી વલીભાઇ અને જુગલકિશોરભાઇના પ્રેમને કારણે એ દિવસે આપને, રજનીકુમારભાઇ, લતા બહેન હિરાણી તેમ જ ‘બગીચાના માળી’ દર્શિતને, બહુ અનૌપચારિક વાતાવરણમાં મળાવાનો અને પરિચય થવાનો લાભ મળ્યો તે આનંદને આ રસતરબોળ, યાદદાસ્તમાં કંડારી રાખતાં, વર્ણને અનેક ગણો કરી આપ્યો.
  નૅટ વિશ્વનાં માધ્યમથી આપનો સંપર્ક તરોતાજા બની રહેશે, તે વળી એક વધારાનો લાભ.
  આપનો ખુબ ખુબ આભાર.

 2. Valibhai Musa કહે છે:

  ‘આવ્યાં મળવા અને બેસાડ્યાં દળવા’ જેવો ઘાટ થયો. રેખાબેને મહેમાન છતાં યજમાન તરીકેનો પાઠ નિભાવ્યો એ અર્થમાં કે આ સાહિત્યસંમેલનનો અહેવાલ પણ તેમણે જ લખ્યો. મારા અનુભવે ‘શોલે’ જેવું રસપ્રદ ચલચિત્ર લાંબું હોવાના કારણે યુવાનીમાં પણ મને કમરનો દુખાવો આપી ગયું હતું, જ્યારે સાડાત્રણ કલાકનો આ સંમેલનનો સમય એટલો ઝડપથી પસાર થઈ ગયો કે જ્યારે કોઈકે કહ્યું કે ‘ચાલો, ત્યારે હવે ઊઠીશું?’ ત્યારે જ કાંડાઘડિયાળમાં જોવાયું. સુરેશભાઈ સોના ગુણાંકમાં મને સલામો આપતા જાય છે અને હું એ સલામો ઝીલતો જાઉં છું એ આશાએ કે ગિનિજ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્ઝમાં હું વધુ સલામો ઝીલનારા તરીકે ચમકું ! સૌ મિત્રો જાણે છે કે ‘સુરદા’ અને ‘વલદા’ જ્યાં ભેગા થાય ત્યાં આવી શબ્દલ્હાણી થાય જ !

  રેખાબેનનો સંમેલનમાં વિવિધ ભૂમિકાઓ ભજવવા બદલ અને આ અહેવાલ લખવા બદલ ખૂબખૂબ આભાર.

 3. chandravadan કહે છે:

  ૨૦૧૩ના મે મહિનાના ધોમ ધખતા તાપમાં અને એ પણ અમદાવાદમાં ૨૬મી તારીખે એકઠા થયેલા થોડા પણ સાચા મિત્રોને મળી જે ઠંડક અનુભવી તેમાં યજમાન વલીભાઈનો ફાળો સૌથી મોટો હતો કારણ કે એમની હોટેલ “સફર ઇન”માં આ સાહિત્ય-સંમેલન એમણે યોજ્યુ હતું. શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ, શ્રી રજનીકુમાર પંડ્યા. લત્તા હીરાણી, શ્રી અશોકભાઈ વૈષ્ણવ, દર્શિતભાઈ, પૂજાબહેન અને મારા વેવાણ જસુબેન તેમ જ હું અને વલીભાઈ મળી કુલ નવ મિત્રોની નાનકડી મંડળીમાં ગોષ્ઠીનો આનંદ ખરેખર અવિસ્મરણીય રહ્યો.
  Rekhaben,
  With the above words you told of the Meeting.
  You enjoyed !
  Your last comment puzzled me a bit.
  Yes…there are along with Panna Naik OTHERS in the Sahitya World. You are right !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope you can visit my Blog !

 4. સુરેશ જાની કહે છે:

  લેખક અને સર્જક વચ્ચેના તફાવત – હવે અમને આ સમજાવજો.
  ————
  વલીભાઈના ભાવ અને ઉત્સાહને સો સલામ. એમની મિત્રતા ભરપેટ માણી છે.

 5. meenadesai62 કહે છે:

  Thanks a lot
  Sent via BlackBerry by AT&T

 6. nilam doshi કહે છે:

  hi rekha, nice to read all this..and like pics too..am happy that u have enjoyed it.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.