કન્યાવિદાયની દિવ્ય પળ

“જીવનવસંતમાં દીકરી ટહુકો બનીને આવી;
મંગલ ઉત્સવે શરણાઈના સૂર મૂકીને ચાલી”

પુત્રીના લગ્ન પ્રસંગની કંકોત્રીમાં કાવ્યતત્વ ઉમેરવા માટે આ ઉદ્‍ગાર સહજ જ સરી પડ્યા. પરણીને માબાપના ઘરમાંથી જતાં જતાં ય દીકરી સંગીતના સૂર મૂકતી જાય છે.
“સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે,
કેસરીયાળો સાફો ઘરનું ફળિયુ લઈને ચાલે…”
કવિ શ્રી અનિલ જોશીએ આ પંકતિઓમાં કન્યા વિદાયથી અનુભવાતા સૂનકારને સુંદર રીતે વ્યક્ત કર્યો છે.

દીકરીનો જન્મ અને તેની વિદાય બંને ચિંતા અને હર્ષ એકસાથે જન્માવે છે. પ્રેમનો જ્યોત જેવી દીકરી ઉજાસ પાથરતી જ્ન્મે છે તે ઉજાસ ઝાંખો ન પડે તેની ચિંતા ખાસ કરીને પિતાને વિશેષ હોય છે. પુરૂષનો પ્રેમ સ્ત્રીને સુરક્ષા બક્ષે છે જ્યારે સ્ત્રીનો પ્રેમ પુરૂષના જીવનમાં પ્રકાશ પાથરે છે. પ્રેમનું આ જોડાણ મંગલ ઉત્સવના ઢોલ-શરણાઈ સાથે નવી આશાઓ જગાડે છે ત્યારે ઉત્સાહ અને ઉમંગને નોતરાની જરૂર નથી રહેતી. લગ્ન ગીતો ફળીમાં જ નહી દિલમાં ગુંજતા થઈ જાય છે. નવજીવનના હર્ષની લહેરીઓ વચ્ચે કન્યાવિદાયની વસમી પળ આવે તે પહેલા જ આંસુને વહેતા ન કરી દે તે માટે ભૂતકાળના સ્મરણોને સમેટી ભવિષ્યના સ્વપ્નોમાં રંગી સધિયારો આપવા વડિલો, સગાંઓ, સ્નેહીઓ, મિત્રો, પડોશીઓ…સૌ આવી પહોંચે છે. દીકરીને આંખથી અળગી કરવી સહેલી છે પણ દિલથી? એ તો શક્ય જ નથી પણ છતાં યે હવે જયારે તેનો હાથ અન્યના હાથમાં અપાય છે ત્યારે દિલનો ટુકડો પણ સાથે જોડાય છે કે જેમાં દીકરી પ્રત્યેનો નર્યો- નીતર્યો શુદ્ધ પ્રેમ છે. આ નિસ્વાર્થ પ્રેમને કારણે તેના પ્રત્યેના રાગ અને વળગણમાંથી મુકત થઈ સ્વાર્પણ માંગતી પ્રેમની દિવ્યતા વિદાયની પળને દિવ્ય બનાવે છે

હ્રદય આપોઆપ જ પીગળે છે આંસુ આપોઆપ છલકે છે અને સૌ આર્દ્ર બનીને સહજ મૌનમાં સરી પડે છે.. ફક્ત શરણાઈના સૂર ગુંજે છે ખાલી થતા હ્રદયમાં પ્રેમનો પ્રવાહ જોડાયેલો રાખવાના પ્રયત્નમાં સંગીત પણ રૂદનના સૂર જ રેલે છે……થંભી ગયેલી પળને ફરી વહેતી કરવા સ્ત્રીઓ ગીત ઉપાડે છે;

ઊભા રહો તો માંગુ મારી માતા પાસે શીખ રે,
હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે……..

અંતે જાન વિદાય લે છે….અને વિદાયની વેદનાને વ્યકત કરતા કવિ શ્રી અનિલ દોશી ફરી લખે છે કે

“જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે”

માબાપના હ્રદયમાંથી વહેતા શબ્દો આંસુ બની મૌન પ્રાર્થનામાં સ્થિર થઈ આશીર્વચનો રૂપે પ્રગટે છે.

“દીકરીના હ્રદયમાં પ્રેમનો સાચો આનંદ સદા છલકતો રહે… અને તેના પરિવારને તે સ્નેહથી ભીંજવતી રહી સુખી રહે…”

‘આવજે દીકરી……વ્હાલના દરિયા… તને અમે વંદીએ છીએ…’

(વહાલસોયી દીકરીના લગ્નપ્રસંગે સૌની શુભેચ્છાઓ યાચીએ છીએ)

– રેખા સિંધલ

This entry was posted in સ્વરચિત કૃતિઓ, સ્વાનુભવો. Bookmark the permalink.

5 Responses to કન્યાવિદાયની દિવ્ય પળ

 1. readsetu કહે છે:

  પ્રિય રેખા,
  નવા વર્ષની શુભેચ્છાઓ.
  અદિતી અને પૂરા પરિવારને મંગલ કામનાઓ પાઠવું છું.
  માફ કરજે, મમ્મી પહેલાં હોસ્પિટલમાં અને હવે સાવ પથારીવશ હોઇ તારા શુભ પ્રસંગે હાજર નથી રહી શકી એનો અફસોસ છે. પણ મારી શુભકામનાઓ હંમેશા તારી અને વહાલી દીકરીની સાથે છે. તું અમેરિકા પહોંચી ગઇ ? ફોન પર વાત કરવા પ્રયત્ન કર્યો પણ એ ય સમો ન ચાલ્યો…
  ભાભી સર્વિસ કરે છે એટલે મારે મમ્મીની જવાબદારી ખાસ રહે છે..
  બીજી એક વાત. તારો બ્લોગ મેં સબસ્ક્રાઇબ કરેલો જ છે પણ હમણાં ઘણા વખતથી મેં સબસ્ક્રાઇબ કરેલા અનેક બ્લોગ્સની નવી પોસ્ટની મેઇલ મને મળતી નથી. ફરી આજે સબસ્ક્રાઇબ કરું છું. આશા છે સરખું થઇ જશે.
  લતા

 2. riteshmokasana કહે છે:

  દિવાળીની ખુબ શુભેચ્છાઓ, નવું વર્ષ આપને તન ને તંદુરસ્ત, મન ને મહેકતું અને ધનથી છલકાતું રાખે એવીજ પ્રભુ પાસે પ્રાર્થના…..રીતેશ

 3. chandravadan કહે છે:

  માબાપના હ્રદયમાંથી વહેતા શબ્દો આંસુ બની મૌન પ્રાર્થનામાં સ્થિર થઈ આશીર્વચનો રૂપે પ્રગટે છે.

  “દીકરીના હ્રદયમાં પ્રેમનો સાચો આનંદ સદા છલકતો રહે… અને તેના પરિવારને તે સ્નેહથી ભીંજવતી રહી સુખી રહે…”

  ‘આવજે દીકરી……વ્હાલના દરિયા… તને અમે વંદીએ છીએ…’

  (વહાલસોયી દીકરીના લગ્નપ્રસંગે સૌની શુભેચ્છાઓ યાચીએ છીએ)
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Rekhaben
  The Wedding of a Daughter…..There is Happiness for the Event….Then there are Tears as she leaves to the SASURAL.
  Along with the tears are the Blessings from the Parents for her HAPPINESS.
  Our Family Blessings too !
  Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  See you @ Chandrapukar !

 4. linadhiren કહે છે:

  રેખા, કન્યા વિદાય ની શુભ ઘડી આવી તે આપણાં સૌ માટે ખુબ આનંદ ની વાત છે.
  અદિતિ પ્રેમાળ દીકરી છે તે જરૂર નવા કુળ ને ઉજાળશે અને સદાય સુખી રહે તેવી શુભેચ્છા.

  વહાલી દીકરી અદિતિ અને સ્વપ્નીલ ને માસી અને માસા નાં શુભાશિષ.

 5. nilam doshi કહે છે:

  Lots of love and blessings to dear Aditi.
  Ka baheni,ya jivN panth mangalore ho

  Sent from my iPhone http://www.paramujas.wordpress.com
  Nilam doshi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.