ભારત રત્ન(૧૯૯૦) ને અલવિદા

‘ભારત રત્ન’ એવોર્ડ પ્રાપ્ત કરનાર બે પરદેશીઓઃ એક તે સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન અને બીજા નેલ્સન મંડેલા… (મધર ટેરેસા ખરા, પણ તેઓ ભારતીય નાગરીક થઈ ચૂક્યા હતા.)

‘I learned that courage was not the absence of fear, but the triumph over it. The brave man is not he who does not feel afraid, but he who conquers that fear.’ – નેલ્સન મંડેલા

આ ડિસેમ્બરની પાંચમીએ નેલ્સન મંડેલાની વિદાયથી સમગ્ર વિશ્વમાં ઉદાસીનું મોજુ ફરી વળ્યુ. આ દુઃખના પ્રસંગે પ્રાર્થના કરતા પહેલાં એક દ્રષ્ટિપાત એમના જીવનપથ કરી કઈક પ્રેરણા મેળવવાનો પ્રયાસ કરીએ.

‘જે પોતે મુકત નથી તે બીજાને મુક્ત નથી કરી શકતા.” એમ કહેનાર આ નેતા જેલમાં ય મુક્તિ અનુભવતા હોવાથી ૨૭ વર્ષની જેલ પછી લોકચાહના થકી આફ્રીકાના પ્રથમ બ્લેક પ્રેસીડેન્ટ થઈ રંગભેદની દિવાલો તોડી મુક્તિના પંથે કેટલાયને દોરી શક્યા.

પૂજ્ય ગાંધીજી અને માર્ટિન લ્યુથર કીંગની માફક અહિંસાના રસ્તે સ્વતંત્રતાની સફળ યાત્રા થકી જગતને ‘મારૂ જીવન એ જ મારો સંદેશ’ નું ઉત્તમ દ્રષ્ટાંત આપતા ગયા.

નાનપણમાં પિતાનું મૃત્યુ અને ૮૦ વર્ષની વયે ત્રીજા લગ્ન સુધીની અનેક કૌટુંબિક અસામાન્યતાઓ પણ એમની ઉર્ધ્વ ગતિને અવરોધી શકી નહોતી.

અભ્યાસમાં તેઓ બહુ નિપુણ ન હોવાથી ૧૯૪૮માં અધૂરો મૂકેલ વકિલાતનો અભ્યાસ તેમણે ૧૯૮૯ માં જેલના અંતિમ વર્ષોમાં પૂરો કરી ડીગ્રી મેળવી હતી.

જન્મટીપની સજા પહેલા મૃત્યુદંડનો કેસ લડતી વખતે ૨૦ એપ્રીલ ૧૯૬૪માં એમણે આપેલ ભાષણ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયુ છે. જેના થોડા શબ્દો આ પ્રમાણે છેઃ

‘Speech from the Dock’
“I have fought against white domination, and I have fought against black domination. I have cherished the ideal of a democratic and free society in which all persons live together in harmony and with equal opportunities. It is an ideal which I hope to live for and to achieve. But if needs be, it is an ideal for which I am prepared to die.”

જેલમાંથી છૂટવાની શરતો તેમણે ત્રણવાર નકા્ર્યા પછી આઝાદીની અનોખી ભાત ઉપસાવી હતી.

શાંતી માટેનું નોબેલ પારિતોષક મેળવનાર આ નેતાએ “વેર, વેરથી નહી પણ પ્રેમથી શમે છે’ નું સમર્થન થાય તેવી રાજનીતી અપનાવી હતી.

એમના જેવા વિચારો જો વિશ્વના દરેક નાગરિકના હ્રદયમાં ઉગે તો વિશ્વશાંતિ જરૂર સ્થપાય. અંતે તો વિચારોની દિશા જ અંતિમ લક્ષ નક્કી કરે છે ને?

નેલ્સન મંડેલાના મુકત આત્માને કોટિ કોટિ વંદન અને વિશ્વશાંતિ માટે પ્રાર્થના!

This entry was posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રાર્થના, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

2 Responses to ભારત રત્ન(૧૯૯૦) ને અલવિદા

  1. Atul Jani (Agantuk) કહે છે:

    ‘જે પોતે મુકત નથી તે બીજાને મુક્ત નથી કરી શકતા.’
    ગાંધીજીએ કહ્યું હતુ કે : શાંતી માટેનો કોઈ માર્ગ નથી શાંતી જ માર્ગ છે.
    There Is No Way to Peace , Peace Is The Way.

    સદગતને ભાવભીની શ્રદ્ધાંજલિ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.