તમને ગમતો રંગ લાલ-ગુલાલ
અમને લીલી નાગરવેલ
તમને ગમતું સોનેરી પ્રભાત
અમને રઢિયાળી રાત
તમે ગહન-જળે તરતા
અમે રેત કિનારે રમતા
તમે ભ્રમર, રસના ચાહક
અમે ફૂલ-પરાગના વાહક
ચાલ રમીએ હૂ-તૂ-તૂ-તૂ સાજન
તાળીના તાલે ચોગમ મહાજન
તમે ધસતા પૂર આવન
અમે પારોઠ પગલે જાવન
પિંગબેક: આદરણીય રેખાબેન સિંઘલ…મળવા જેવા માણસ..કે હળીમળી જતું વ્યક્તિત્ત્વ….પી. કે. દાવડા | પરાર્થે સમર્પણ
Nice one. Like this . Congrats rekha
Sent from my iPhone http://www.paramujas.wordpress.com Nilam doshi
>