તારી-મારી વચ્ચે દરિયો સાજન
રેલાય ખારા જળ
જળમધ્યે ડૂબ્યા સ્વપ્નો અનેક
રહસ્ય એના અકળ
માંડી છે મીટ, ધામ દૂર-દેશ
વીતતી વિયોગે પળ
વસે જ્યાં તું તે અમ-દેશ
નિજ ગૃહે નેત્ર સજળ
સ્વ-આશ ડૂબે પરદેશે
ક્ષિતિજે સપ્તરંગી છળ
nice
thankyou. jagadish patel.