શબ્દ વાઢે શબ્દને
તો બને વાર્તા આંસુ સારતી
શબ્દ જોડે શબ્દને
તો બને કવિતા પ્રેમ નીતરતી
શબ્દ જ બ્રહ્મ, શબ્દ અહમ
સોહમને શણગારે શબ્દ
ઊભે મૌનને દ્વારે બની રક્ષક,
જીભ-જ્વાળાથી કૂદતો ભક્ષક
તાળવે અટક્યો શબ્દ વિસ્ફોટક,
ટેરવે રમતો શબ્દ અણમોલ
ઠગ વિચારે ઢગ થઈ ખોવાતો શબ્દ,
મનેને ઝાંપે ઊભો અલગારી શબ્દ!
વાહ
Nice Blog……….
Very good. God bless you
Very good