[અમારા સ્વર્ગવાસી માતા (તા. ૨૨ જાન્યુઆરી ૨૦૧૭) ની યાદમાં….]
સૂના રે પડ્યા રે ઓરડાં સૂના રે પડ્યા….
મા રે વિનાના ઘરમાં અમે સૂના રે પડ્યા…..
મા નો સંદેશ અમને દરિયાપાર પહોંચે
ઊના રે પડ્યા આંસુ ઊના રે પડ્યા….
મા રે વિનાના અમે સૂના રે પડ્યા..
આંબાનો છાંયો અગ્નિ પરે ભડભડે
પીળા રે પડ્યા તડકા પીળા રે પડ્યા…
મા રે વિનાના અમે સૂના રે પડ્યા..
મમતાના બોલ મધૂરા કંઠે અટક્યા
ધીરા રે પડ્યા ટહૂકા ધીરા રે પડ્યા
મા રે વિનાના અમે સૂના રે પડ્યા..
દિલનો દીવો મારો થરથરે પ્રેમ વાટે
ઊણા રે પડ્યા ઉજાસ ઊણા રે પડ્યા
મા રે વિનાના અમે સૂના રે પડ્યા..
– રેખા સિંધલ
તમારી કવિતામાં મા માટેની ભક્તિ છે . . માતાને પ્રણામ ..
માતાની વાત દુનિયામાં સૌથી મોટી વાત … માની જોડ ન મળે
execellent this post. i love this મા નો સંદેશ અમને દરિયાપાર પહોંચે this line.https://play.google.com/store/apps/details?id=com.quick.kajaloza
માને પ્રણામ
માનો ફોટો મુકો તો અમે પણ તેમનાં દર્શન કરી શકીએ.
Very nice!
All of we feeling same after lost our
Mothers
Thank you
Rekhaben
Sent from my iPhone
>
Maa The Name of Heart. Nice. God Bless to You.
Touching