નાની બહેન

બાળપણના  નિર્દોષ અને નિખાલસ વર્ષો દરમ્યાન જેની સાથે વધુમાં વધુ ઝગડા અને વધુમાં વધુ પ્રેમની લેવડદેવડ થઈ હોય તો તે સહોદર સાથે અને એમાં ય પ્રેમની મૂર્તિ સમી બહેન અનન્ય છે .

મને ચીડવવા મારા હાથમાંથી પુસ્તક લઈને એવી દોડી જાય જાણે હરણી! હું એને પકડી ન શકું તેથી ખૂબ હરખાય. મારૂં પુસ્તક પાછું ન આપે ત્યારે એને ચીડવવા હું એને ખિસકોલી કહું એટલે ગુસ્સામાં જીભ કાઢી અંગુઠો બતાવે ત્યારે એટલી વ્હાલી લાગે કે એનો પુસ્તક ઝૂંટ્યાનો ગુનો  માફ થઈ જાય અને મને હસતી જોઈ  ચોપડી મૂકીને પલકમાં તો અમારી આંબાવાડીમાં અલોપ થઈ જાય! સુંદર રંગબેરંગી કપડાંમાં શોભતી પતંગિયાની જેમ અહીંથી ત્યાં ઉડાઉડ !.  

અમારે ત્યાં મહેમાનોની અવરજવર બહુ રહેતી. વેકેશન દરમ્યાન ઘણીવાર વધારે મહેમાન હોય ત્યારે વાર્તા વાંચવાનું મૂકીને બાને રસોડામાં મદદ કરવી ફરજીયાત બનતી. બહેન નાની એટલે પીરસવાનું એને સોંપવામાં આવે ત્યારે એના મીઠાસભર્યા આગ્રહને કારણે એ થોડી જ પળોમાં મહેમાનોની પ્રસંશાને પાત્ર બનતી. મને પુસ્તકો વધુ પ્યારા અને એને ફૂલો ! સવારે ગુલાબના તાજા ફૂલો ફળીમાંથી ચૂંટી બાપુજીની ફૂલદાનીમાં મૂક્વા ખાસ વહેલી ઊઠે. મોડે સુધી પુસ્તક વાંચતી હું ધારૂં તો ય ઊઠી ન શકું અને તેની સાથેની શરતમાં હારી જાઉં.

બાપુજીનું  વ્હાલ લઈ જંગ જીતી ગઈ હોય તેમ બાને ગાઠે નહી. બાને મદદ કરવાનો એને હંમેશનો વાંધો સિવાય કે મહેમાનની સરભરા કરવાની હોય. એના વાળ ગૂંથવાનું બા મને કહે એટલે ઝગડો થયો જ સમજો. અમારા ઝગડાથી બા કંટાળે એટલે એને ઝંપીને ઘડી બેસવા માટે ખિજાય અને મને ચોપડા મૂકીને ઊભી થવા માટે ખિજાય.

અમારો બંને બહેનોનો વિરોધાભાસ અમને એકબીજાના પૂરક બનાવતો આથી બહારના કોઈ  શેરી મિત્રોની ની મજાલ નહી કે એને કે મને ચિડવી જાય. એ મારો ગુસ્સો સહન કરી શકે પણ મારી ઉદાસી નહી. મને ઉદાસ જુવે તો પળમાં હસાવીને મારા વાંચનમાં પણ રસ લે.

એને ગરબે ઘૂમતી જોઈ કોઈને પણ ઘડી થંભી જવાનું મન થાય એટલું જ નહી પાઠય પુસ્તકની કવિતાઓ પણ એને કંઠસ્થ હોય. રમતિયાળ ઘણી પણ પરિક્ષામાં પાસ થવા જેટલું તો રમતા રમતા એ ભણી લે.

શબ્દોની પસંદગીમાં એટલી હોંશિયાર કે એકવાર અમારા ઘરના મોટા ફળીયામાં શેરીના બાળકો રમવા એકઠા થયેલા અને શોર-બકોર વધી જવાથી  બાના આદેશથી મેં સૌને મોટેથી  “ચાલો, બધા બહાર  નીકળો’  એમ કહ્યું  તે તેને ગમ્યું નહી એટલે જરા છણકો કરી મને કહે, ” એમ કહે ને કે ચાલો, બધા બહાર રમો” પછી પોતે જ મીઠાસને સૌને કહ્યું અને ખડકી સુધી વળાવી આવી.  

એની હાજરજવાબી પણ મુગ્ધ થવાય તેવી ! મતભેદ ઘણા પણ મનભેદ નહી એવો  બહેન સાથેનો આ સંબંધ ફક્ત પ્રેમની જ નહી સમજણની ભૂમિકા પણ ફાળવે છે.

This entry was posted in સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

1 Response to નાની બહેન

  1. meenadesai62 કહે છે:

    Very touching story Rekhaben
    Thank you for sharing Ben Jsk
    Sent from my iPhone

    >

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.