સૂના રે પડ્યા રે ઓરડાં સૂના રે પડ્યા….
મા વિનાના ઘરમાં અમે સૂના રે પડ્યા….
મા નો સંદેશ અમને દરિયાપાર પહોંચે
ઊના રે પડ્યા આંસુ ઊના રે પડ્યા….
મા વિનાના અમે સૂના રે પડ્યા..
આંબાનો છાંયો અગ્નિ પરે ભડભડે
પીળા રે પડ્યા તડકા પીળા રે પડ્યા…
મા વિનાના અમે સૂના રે પડ્યા..
મમતાના બોલ મધૂરા કંઠે અટક્યા
ધીરા રે પડ્યા ટહૂકા ધીરા રે પડ્યા
મા વિનાના અમે સૂના રે પડ્યા..
દિલનો દીવો મારો થરથરે પ્રેમ વાટે
ઊણા રે પડ્યા ઉજાસ ઊણા રે પડ્યા
મા વિનાના અમે સૂના રે પડ્યા..
👌🏼👌🏼