પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના ૮૭મા મણકામાં આજે અમેરિકાથી જોડાયેલાં સુશ્રી રેખાબેન સિંધલે મિશેલ કોહેન કોરસંતીની નવલકથા ‘ધ આલમન્ડ ટ્રી’ વિશે બહુ જ રસપ્રદ અને વિચારપ્રેરક વાત કરી હતી.
મૂળે હિબ્રુ ભાષાના લેખિકાએ અંગ્રેજીમાં લખેલી આરબ પ્રદેશના એક આરબ પરિવારની સંઘર્ષ ગાથાને રેખાબેને ગંભીર છતાં રસાળ શૈલીમાં મૂકી આપી હતી.
જેવી સ્થિતિ હિટલરના સમયમાં યહૂદીઓને ભોગવવાની થયેલી તેવી જ રીતે યહૂદીઓ દ્વારા ઈઝરાયેલમાં આરબો પ્રત્યે અત્યાચારભર્યો થતો વ્યવહાર લેખિકાએ અનુભવ્યો છે ને આબેહૂબ આલેખ્યો પણ છે.
આનંદની ઘટના એ પણ બની હતી કે વ્યાખ્યાન અંતે રેખાબેને આ કૃતિનો ગુજરાતીમાં અનુવાદ થાય એવી તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી હતી જેનાં પ્રતિસાદ રૂપે શ્રી અશ્વિનભાઈ ચંદારાણાએ સહર્ષ એ કામ સ્વીકાર્યું હતું.
આપણી શ્રેણીની આ પણ એક મંગળ ફળશ્રુતિ
(સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ રાપર, કચ્છ)