Author Archives: અક્ષયપાત્ર/Axaypatra

માતૃ વિયોગ  

બા સ્વપ્નમાં આવે છે એ ક્ષણે સ્વપ્ન સત્ય બનીને રડે છે. બાના પ્રેમની કાંગરી ક્યારેક ખરતી તો બ્રહ્માંડ ધૃજી ઊઠતું બાની રાજધાનીમાં રહેતાં સૌ એમ માનતા ને મનાવતા કે બા એમની રાજધાનીમાં રહે છે અને પોતે  રાજા/રાણી છે બા સ્મિત … Continue reading

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિ | 4 ટિપ્પણીઓ

સૂના રે પડ્યા….

[અમારા સ્વર્ગવાસી માતા (તા. ૨૨ જાન્યુઆરી ૨૦૧૭) ની યાદમાં….] સૂના રે પડ્યા રે ઓરડાં સૂના રે પડ્યા…. મા રે વિનાના ઘરમાં અમે સૂના રે પડ્યા….. મા નો સંદેશ અમને દરિયાપાર પહોંચે ઊના રે પડ્યા આંસુ ઊના રે પડ્યા…. મા રે … Continue reading

Posted in સ્વરચિત કૃતિઓ | 8 ટિપ્પણીઓ

ઉડતી નજરે…

બે ઘટનાઓ અને ભગવદ્‍ગીતામાં  મનોવિજ્ઞાન ઘટના નંબર ૧ દોડની એક હરીફાઈમાં પ્રથમ અને બીજા નંબરે ઈનામ જીતેલા બે હરીફોના સમય વચ્ચે બહુ જ ઓછી ક્ષણોનો તફાવત હતો. મોટાભાગનું અંતર બેઉ હરીફોએ સરખી ઝડપે કાપ્યું હતું. છેલ્લી થોડી ક્ષણોમાં તીવ્ર રસાકસી … Continue reading

Posted in સ્વરચિત કૃતિઓ | 3 ટિપ્પણીઓ

કાળચક્ર 

તરસનો દરિયો પી અને પ્યાસ બુઝાવી આશની ભુખની જ્વાળાને ઠારી નકોરડાં ઉપવાસથી કામની તડપને ઝડપથી વાળી કાર્યોમાં અંતે, ઈચ્છાઓના સ્મશાનમાં, સળગતી રાખના ઉજાસમાં ભૂત કહે ભાવિને, તારી સંગાથે આજ આનંદ ભયો પણ પળમાં જ હું  થયો નાનો, તું સદાય મોટો … Continue reading

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

નમસ્કાર

લાલઘૂમ સૂર્ય બળતો અને બાળતો બળ્યુ આ જીવન ટકાવતો ! નમસ્કાર બળતી ધરાને રક્ત ટપકતા સેંથે આંસુનો વરસાદ ઝીલે સડકના ડામ દેતા મનુષને તો ય ધાન, પાન, સ્થાન દે!

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

પડછાયો

  ચંદ્રના આછા ઉજાસમાં હું ને મારો પડછાયો બન્ને શ્વસીએ છીએ સાથ સાથ !   એકી સાથે એક જ દેહમાં ઓગળીને નિરાંતની ઊંઘ ઝંખીએ છીએ આખી ય રાત !   ક્યારેક છળી ઊઠું છું એને જોઈને ક્યારેક એ હસે છે … Continue reading

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 3 ટિપ્પણીઓ

શબ્દ

શબ્દ વાઢે શબ્દને તો બને વાર્તા આંસુ સારતી શબ્દ જોડે શબ્દને તો બને કવિતા પ્રેમ નીતરતી શબ્દ જ બ્રહ્મ, શબ્દ અહમ સોહમને શણગારે શબ્દ ઊભે મૌનને દ્વારે બની રક્ષક, જીભ-જ્વાળાથી કૂદતો ભક્ષક તાળવે અટક્યો શબ્દ વિસ્ફોટક, ટેરવે રમતો શબ્દ અણમોલ … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ | 4 ટિપ્પણીઓ

ચાતુર્ય અને સંયમ

લિખના પઢના ચાતુરી, એ સબ બાતાં સહેલ કામ દહન મન વશ કરન, ગગન ચઢન મુશ્કેલ ! શ્રી મહેન્દ્ર ઠાકર સંકલિત ‘કબીર બાની’ પુસ્તક વાંચતા આ દુહા પર વિચારાર્થે મન અટકી ગયું. ‘ઘર બેઠાં ગંગા’  જેવું આ પુસ્તક મોકલવા માટે શ્રી … Continue reading

Posted in સુવિચાર, સ્વરચિત કૃતિઓ | 3 ટિપ્પણીઓ

Kavyasetu 187 Rekha Sindhal

Originally posted on સેતુ ~ લતા જ. હિરાણી:
કાવ્યસેતુ 187 > દિવ્ય ભાસ્કર > 26 મે 2015 કાવ્યસેતુ 187    લતા હિરાણી માનો કે કાલે સૂરજ ઊગે નહીં ને માનવ સર્જિત દીવડા વચ્ચે તારે જિંદગી હંમેશ માટે ક્ષણે ક્ષણે ક્ષય – અક્ષય ચક્ર તૂટે દિન-રાત તણું તો…

Posted in સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

સમયની ચોરી

ષષ્ઠીપૂર્તિની નજીક પહોંચતા સમય જાણે ઉડતો લાગે. કામની ગતિ ધીમી પડી ગઈ છે તેનો અહેસાસ થાય સાથે સાથે નિવૃત સમયે કરવાનો વર્ષોથી થંભાવી રાખેલો આનંદનો પ્રવાહ દિલની સાથે શરીરને ય ડોલતું જોઈ ધીમો પડવા લાગે ત્યારે સમય ક્યાંથી કાઢવો તે … Continue reading

Posted in સ્વરચિત કૃતિ | 3 ટિપ્પણીઓ