Category Archives: સ્વરચિત કૃતિઓ

સ્વરચિત કૃતિ

નમસ્કાર

લાલઘૂમ સૂર્ય બળતો અને બાળતો બળ્યુ આ જીવન ટકાવતો ! નમસ્કાર બળતી ધરાને રક્ત ટપકતા સેંથે આંસુનો વરસાદ ઝીલે સડકના ડામ દેતા મનુષને તો ય ધાન, પાન, સ્થાન દે!

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

પડછાયો

  ચંદ્રના આછા ઉજાસમાં હું ને મારો પડછાયો બન્ને શ્વસીએ છીએ સાથ સાથ !   એકી સાથે એક જ દેહમાં ઓગળીને નિરાંતની ઊંઘ ઝંખીએ છીએ આખી ય રાત !   ક્યારેક છળી ઊઠું છું એને જોઈને ક્યારેક એ હસે છે … Continue reading

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 3 ટિપ્પણીઓ

શબ્દ

શબ્દ વાઢે શબ્દને તો બને વાર્તા આંસુ સારતી શબ્દ જોડે શબ્દને તો બને કવિતા પ્રેમ નીતરતી શબ્દ જ બ્રહ્મ, શબ્દ અહમ સોહમને શણગારે શબ્દ ઊભે મૌનને દ્વારે બની રક્ષક, જીભ-જ્વાળાથી કૂદતો ભક્ષક તાળવે અટક્યો શબ્દ વિસ્ફોટક, ટેરવે રમતો શબ્દ અણમોલ … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ | 4 ટિપ્પણીઓ

ચાતુર્ય અને સંયમ

લિખના પઢના ચાતુરી, એ સબ બાતાં સહેલ કામ દહન મન વશ કરન, ગગન ચઢન મુશ્કેલ ! શ્રી મહેન્દ્ર ઠાકર સંકલિત ‘કબીર બાની’ પુસ્તક વાંચતા આ દુહા પર વિચારાર્થે મન અટકી ગયું. ‘ઘર બેઠાં ગંગા’  જેવું આ પુસ્તક મોકલવા માટે શ્રી … Continue reading

Posted in સુવિચાર, સ્વરચિત કૃતિઓ | 3 ટિપ્પણીઓ

Kavyasetu 187 Rekha Sindhal

Originally posted on સેતુ ~ લતા જ. હિરાણી:
કાવ્યસેતુ 187 > દિવ્ય ભાસ્કર > 26 મે 2015 કાવ્યસેતુ 187    લતા હિરાણી માનો કે કાલે સૂરજ ઊગે નહીં ને માનવ સર્જિત દીવડા વચ્ચે તારે જિંદગી હંમેશ માટે ક્ષણે ક્ષણે ક્ષય – અક્ષય ચક્ર તૂટે દિન-રાત તણું તો…

Posted in સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

પત્થરને કાળજે કોતરેલી કલા

ખીણો અને પર્વતોની હારમાળામાં પથરાયેલ પત્થરનું અનોખુ સૌંદર્ય આસપાસ ઉગેલા ફૂલોના સૌંદર્યને જ્યારે નહીવત કરી દે ત્યારે ઘડીભર થાય કે ફૂલ અને પત્થરનો એટલે કે ચેતન અને જડનો વિરોધાભાસ જો લાગણીના સંદર્ભે જોઈએ તો જરાક સ્પર્શતા મુરઝાવા લાગે તેવા ફૂલ … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રવાસ, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

ભિન્ન-અભિન્ન

તમને ગમતો રંગ લાલ-ગુલાલ અમને લીલી નાગરવેલ તમને ગમતું સોનેરી પ્રભાત અમને રઢિયાળી રાત તમે ગહન-જળે તરતા અમે રેત કિનારે રમતા તમે ભ્રમર, રસના ચાહક અમે ફૂલ-પરાગના વાહક ચાલ રમીએ હૂ-તૂ-તૂ-તૂ સાજન તાળીના તાલે ચોગમ મહાજન તમે ધસતા પૂર આવન … Continue reading

Posted in સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

પીડા

નકામી ગાંઠને મૂળમાંથી કાઢતાં ધ્રૂજી હું ધરણી જેમ ગાંઠ એમની એમ !

Posted in અગિયારી, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત કથા “લવલી પાન હાઉસ” – પ્રતિભાવ

પુસ્તક ખોલતાં જ પાના નંબર શરૂ થાય તે પહેલાં જ ‘અર્પણ’ પર ધ્યાન પડ્યુ જ્યાં લખ્યુ હતુ. “પૃથ્વીના ગોચર-અગોચર ખૂણે સ્નેહ અને શાંતીથી વસતા જાણ્યા-અજાણ્યા મનુવંશીઓને” થયુ કે અહો! આ તો આપણને જ અર્પણ છે હવે તો આ પુસ્તક વાંચવુ … Continue reading

Posted in સ્વરચિત કૃતિઓ | Leave a comment

સજાતિય લગ્ન: પ્રકૃતિ કે વિકૃતિ?

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ચૂંટણી પહેલાં સજાતિય લગ્ન કાયદેસરહોવાની વાતને ટેકો જાહેર કરી વધતા જતા આ વર્ગના મત મેળવવા સ્વીકારની ભાવનાને આગળ કરી છે. સ્વીકારની ભાવના ગમે તેટલી પ્રબળ હોય તો પણ પગ નીચે રેલો આવ્યા વગર ખરી કસોટી નથી. … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ