Category Archives: કાવ્યો

સૂના રે પડ્યા…….

સૂના રે પડ્યા રે ઓરડાં સૂના રે પડ્યા….મા વિનાના ઘરમાં અમે સૂના રે પડ્યા…. મા નો સંદેશ અમને દરિયાપાર પહોંચેઊના રે પડ્યા આંસુ ઊના રે પડ્યા…. મા વિનાના અમે સૂના રે પડ્યા.. આંબાનો છાંયો અગ્નિ પરે ભડભડેપીળા રે પડ્યા તડકા … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

મને સમય નથી મુજ કાજ, આપું ક્યાંથી તમને ? હાંક્યો રથ દોડાવ્યા ઘોડા, હસ્યા થોડું થોડું કમને ! ઊઠી આંખો, રૂઠી જિંદગી, ખસ્યા સંબંધો શમણે ! લોહીના ઘોડાપૂરમાં તણાયા આંસુના ડચકા હબકે ! કોરી આંખો ધોરી રસ્તા. સમયના બુંદ ધીરે … Continue reading

Posted on by અક્ષયપાત્ર/Axaypatra | 1 ટીકા

થંભ્યો સમય

દોડતી હતી હું ત્યારે દોડ્યો હતો સમય સાથસાથ થંભી હું તો દીધી હાથતાળી સૂરજની સાથ સાથ ઉગે ને આથમે ઘેનમાં, સ્વપ્નમાં, દૂર દૂર દેશમાં સરતી હું ભૂત, ભાવિ, આજના આભાસમાં બદલતો વેશ છૂપી મુખરેખા ને કેશમાં રમતો રમાડતો સેજમાં ને … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિ | 2 ટિપ્પણીઓ

માતૃ વિયોગ  

બા સ્વપ્નમાં આવે છે એ ક્ષણે સ્વપ્ન સત્ય બનીને રડે છે. બાના પ્રેમની કાંગરી ક્યારેક ખરતી તો બ્રહ્માંડ ધૃજી ઊઠતું બાની રાજધાનીમાં રહેતાં સૌ એમ માનતા ને મનાવતા કે બા એમની રાજધાનીમાં રહે છે અને પોતે  રાજા/રાણી છે બા સ્મિત … Continue reading

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિ | 4 ટિપ્પણીઓ

કાળચક્ર 

તરસનો દરિયો પી અને પ્યાસ બુઝાવી આશની ભુખની જ્વાળાને ઠારી નકોરડાં ઉપવાસથી કામની તડપને ઝડપથી વાળી કાર્યોમાં અંતે, ઈચ્છાઓના સ્મશાનમાં, સળગતી રાખના ઉજાસમાં ભૂત કહે ભાવિને, તારી સંગાથે આજ આનંદ ભયો પણ પળમાં જ હું  થયો નાનો, તું સદાય મોટો … Continue reading

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

નમસ્કાર

લાલઘૂમ સૂર્ય બળતો અને બાળતો બળ્યુ આ જીવન ટકાવતો ! નમસ્કાર બળતી ધરાને રક્ત ટપકતા સેંથે આંસુનો વરસાદ ઝીલે સડકના ડામ દેતા મનુષને તો ય ધાન, પાન, સ્થાન દે!

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

પડછાયો

  ચંદ્રના આછા ઉજાસમાં હું ને મારો પડછાયો બન્ને શ્વસીએ છીએ સાથ સાથ !   એકી સાથે એક જ દેહમાં ઓગળીને નિરાંતની ઊંઘ ઝંખીએ છીએ આખી ય રાત !   ક્યારેક છળી ઊઠું છું એને જોઈને ક્યારેક એ હસે છે … Continue reading

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 3 ટિપ્પણીઓ

શબ્દ

શબ્દ વાઢે શબ્દને તો બને વાર્તા આંસુ સારતી શબ્દ જોડે શબ્દને તો બને કવિતા પ્રેમ નીતરતી શબ્દ જ બ્રહ્મ, શબ્દ અહમ સોહમને શણગારે શબ્દ ઊભે મૌનને દ્વારે બની રક્ષક, જીભ-જ્વાળાથી કૂદતો ભક્ષક તાળવે અટક્યો શબ્દ વિસ્ફોટક, ટેરવે રમતો શબ્દ અણમોલ … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ | 4 ટિપ્પણીઓ

ક્ષિતિજે

તારી-મારી વચ્ચે દરિયો સાજન                         રેલાય ખારા જળ જળમધ્યે ડૂબ્યા સ્વપ્નો અનેક                     રહસ્ય એના અકળ  માંડી છે મીટ, ધામ … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિ | 2 ટિપ્પણીઓ

સંભવ

માનો કે કાલે સૂરજ ઊગે નહી ને માનવ સર્જિત દીવડા વચ્ચે તરે જીન્દગી હમેંશ માટે ક્ષણે ક્ષણે ક્ષય-અક્ષય ચક્ર તૂટે દિન-રાત તણું તો પ્રભુ, તારૂં તિમિર દીપને અજવાળે થાય ભાંગી ભૂક્કો પછી તું ક્યાં? હું ક્યાં?  

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિ | 5 ટિપ્પણીઓ