Category Archives: લઘુ કાવ્યો

યાત્રા

થંભે પગ થંભે આકાશ રુવે આંખો, ચૂવે સૃષ્ટિ વહે હૈયુ એકલવીર!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

સ્થંભ

મૃગગતિ શિકાર સિંહની છલાંગ મોટી છટકતો સમય થંભે શ્વાસે કોળિયા કાજે !

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

લેખીની

શબ્દ ફૂટ્યો સુણે નહી કાન લખ્યો આંખ કાજે હોઠે મૂકી પેન!  

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

શબ્દ

આડા ઊભા અવળા સવળા શબ્દો અનેક શોધું હું અઢી અક્ષરનો એક…

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 6 ટિપ્પણીઓ

કર્ણ

એક અંધારી રાતે ઉગ્યો સૂર્ય ગર્ભમાં તેજનું દઈ દાન તજાયો માતથી !

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 4 ટિપ્પણીઓ

આલીંગન

રૂંધાય જ્યારે શ્વાસ આલીંગનથી પ્રેમ નહી, મૃત્યુ નહી, ઝંખુ મુક્ત જીવન!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

મૃગજળ

રણવાસી જાણે એના છળ, મૃગજળ એવી આશ તરસ્યાની તૂટે વસમી પળ!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

અચરજ

હીરાની જેમ સાચવેલા સંબંધોની પરખ થઈ તો આંખો થઈ પહોળી અચરજથી… !!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 6 ટિપ્પણીઓ

પ્રશ્ન

નદી કહે, ‘જો હું કેવી શાંત!’ સાગર પૂછે, કેમ? શું થયું?

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 8 ટિપ્પણીઓ

ફર્ક

આ એ જ પંથ જ્યાં વસંતે પાન શિર પર પગતળે પતઝડે!

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 7 ટિપ્પણીઓ