Category Archives: કાવ્યો

અંતે

   જા,    નહી આવું મંદિરે!    પૂજ્યો પણ    અંતે તો તું    પથ્થર, દેવ!

Posted in અગિયારી, કાવ્યો, સ્વરચિત કૃતિ | 2 ટિપ્પણીઓ

પીડા

નકામી ગાંઠને મૂળમાંથી કાઢતાં ધ્રૂજી હું ધરણી જેમ ગાંઠ એમની એમ !

Posted in અગિયારી, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

અકસ્માત

ક્ષણાર્ધમાં અથડાઈ અજાણ મુસાફિર મૃત્યુ થકી બની ગયો હિસ્સો વાહનચાલકના જીવનનો!

Posted in અગિયારી | Leave a comment

હું તો હું !

હું વિણ તું ક્યાં પ્રભુ? તુજ બિના હું અપાર! સંત નહી, શેતાન નહી, શ્વાસમાં ધબકતો હું તો હું જ છું. બોલુ તે વેચવા બોર, મૌનમાં રણકતો હું તો હું જ છું. સ્વમાન-અભિમાનના ભેદ મધ્યે ઝૂલતો હું તો હું જ છું. … Continue reading

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 7 ટિપ્પણીઓ

શબ્દ

શબ્દ બને કવિતા જો જાણી શકાય કોણે કોને ક્યારે કેમ કહેવો!

Posted in અગિયારી, લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

વૃક્ષની વેદના

વૃક્ષ કહે, તારા આંગણેથી જાઉ જંગલમાં ચાલી જો શકું તારી જેમ.

Posted in અગિયારી, સ્વરચિત કૃતિઓ | 4 ટિપ્પણીઓ

સ્વીકાર

આવો ઉદાસીના વાદળો વરસો નયન ઝરૂખે સુંદર મોતી છલકાવી દૂર કરો ફટકીયા સુખ આવો ભરી દો હ્રદયને આકાશી નેહથી પ્રગટાવો ખૂણે ખૂણે આંસુની સેર.. શુષ્ક લાગણીઓને ભીંજવો કરો આદ્ર અંતર મારૂં આવો ઉદાસીના વાદળો કરો દૂર ઘડીભર તપતા સુખને

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

સુંદરીને એક જ મૂંઝવણ કેમ અર્પી શકું વધુ સુંદરતા ચહેરાને સદા ! ભાવાર્થઃ બાહ્ય સ્વરૂપમાં અટવાયેલા આપણે સૌ આત્માની ઓળખ ભૂલીને અન્યના દુઃખદર્દથી બેખબર રહી સ્વાર્થમાં કેટલા ડુબેલા છીએ તે દર્શાવવાનો અહીં પ્રયત્ન છે.કુદરતની બધી જ મહેરબાની હોય તો પણ … Continue reading

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 4 ટિપ્પણીઓ

ફેરો

અર્ધવર્તૂળે ઊભી હું આગળ જાઉ કે પાછળ પહોંચુ મૂળ સ્થાને ફરી !

Posted in અગિયારી, લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

બેકટેરીયા

અંધારે મોત એકનું પ્રકાશથી બીજો ગભરાય એકકોષી જીવ બેકટેરીયા અનેકાનેક પ્રકાર …. (બેકટેરીયાના બે પ્રકાર: એરોબિક અને એનેરોબિક પર)

Posted in લઘુ કાવ્યો, સ્વરચિત કૃતિઓ | 4 ટિપ્પણીઓ