Category Archives: ડાયાસ્પોરીક સર્જન

સત્તા અને નાગરિકતા

અમારી પડોશમાં રહેતા જેસનની આજે હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન પાર્ટી હતી. દૂર રહેતા દાદા-દાદી અને કાકા-કાકી વિગેરે સગાવ્હાલાઓથી તેનું ઘર ધમધમતું હતું. સ્ટ્રોબેરી પાઈની મીઠી સુંગધ તેમના ઓવનમાંથી મારા ઘર સુધી ફેલાઈને ઊંડા શ્વાસ લેવા પ્રેરતી હતી. થોડીવારમાં ડોરબેલ વાગી ઘડિયાળમાં જોયુ … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રસંગો, સ્વરચિત કૃતિઓ | Leave a comment

સૂના રે પડ્યા…….

સૂના રે પડ્યા રે ઓરડાં સૂના રે પડ્યા….મા વિનાના ઘરમાં અમે સૂના રે પડ્યા…. મા નો સંદેશ અમને દરિયાપાર પહોંચેઊના રે પડ્યા આંસુ ઊના રે પડ્યા…. મા વિનાના અમે સૂના રે પડ્યા.. આંબાનો છાંયો અગ્નિ પરે ભડભડેપીળા રે પડ્યા તડકા … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

મારા વ્યવસાયની સંઘર્ષગાથા

(આ લેખને ભાવનગર ગદ્યસભાએ સપ્ટેમ્બર ૨૦૨૦માં યોજેલ હરિફાઈમાં નોંધપાત્ર કૃતિ તરીકે આશ્વાસન ઈનામ મળેલ છે) શૂન્યથી અનંત સુધીની સફર કરાવતા અંકોના સૂત્રો સમજાવવા અને ગણિતના કોયડાઓ ઉકેલવાની તાલિમ આપવી તે મારો હાલનો વ્યવસાય એટલે કે હું ગણિતની શિક્ષિકા છું. અમેરિકામાં … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ, સ્વાનુભવો | Leave a comment

મને સમય નથી મુજ કાજ, આપું ક્યાંથી તમને ? હાંક્યો રથ દોડાવ્યા ઘોડા, હસ્યા થોડું થોડું કમને ! ઊઠી આંખો, રૂઠી જિંદગી, ખસ્યા સંબંધો શમણે ! લોહીના ઘોડાપૂરમાં તણાયા આંસુના ડચકા હબકે ! કોરી આંખો ધોરી રસ્તા. સમયના બુંદ ધીરે … Continue reading

Posted on by અક્ષયપાત્ર/Axaypatra | 1 ટીકા

ધગધગતી ધરતીના પીળા પથ્થરો અને ઉકળતું સૌંદર્ય

એક બાજુ ઉકળતા પાણીના ગરમ ઝરણા અને બીજીબાજુ  ઓગળેલી હીમનદીઓના વહેતા ઠંડાગાર નીર વચ્ચે ધરતીના હૈયામાં વહેતા લાવા અને દબાણને કારણે ઊંચે ઊછળતા ગરમ પાણીના અનેક ફૂવારાઓથી શોભતી અદભૂત સૌદર્યવાન ધરતીના ખોળે રમતા જંગલી હરણાં, રીંછ ,વરૂ, બાઈસન, જેવા પશૂઓ … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રવાસ, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

થંભ્યો સમય

દોડતી હતી હું ત્યારે દોડ્યો હતો સમય સાથસાથ થંભી હું તો દીધી હાથતાળી સૂરજની સાથ સાથ ઉગે ને આથમે ઘેનમાં, સ્વપ્નમાં, દૂર દૂર દેશમાં સરતી હું ભૂત, ભાવિ, આજના આભાસમાં બદલતો વેશ છૂપી મુખરેખા ને કેશમાં રમતો રમાડતો સેજમાં ને … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિ | 2 ટિપ્પણીઓ

ઈશ્વરે ગ્રાન્ડ કેન્યન બનાવ્યું પણ તે રહે છે સૅડોનામાં

‘God created the Grand Canyon, but he lives in Sedona’ (ઈશ્વરે ગ્રાન્ડ કેન્યન બનાવ્યું પણ તે રહે છે સૅડોનામાં) રેડ ઈન્ડિયન લોકોની જીભે રમતું રમતું આ વાક્ય મારી જીભેચઢ્યુ ત્યારે સૅડોનાની મારી ત્રીજી યાત્રા હતી અને તે છેલ્લી ન હોય … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રવાસ, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

શબ્દ

શબ્દ વાઢે શબ્દને તો બને વાર્તા આંસુ સારતી શબ્દ જોડે શબ્દને તો બને કવિતા પ્રેમ નીતરતી શબ્દ જ બ્રહ્મ, શબ્દ અહમ સોહમને શણગારે શબ્દ ઊભે મૌનને દ્વારે બની રક્ષક, જીભ-જ્વાળાથી કૂદતો ભક્ષક તાળવે અટક્યો શબ્દ વિસ્ફોટક, ટેરવે રમતો શબ્દ અણમોલ … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ | 4 ટિપ્પણીઓ

ક્ષિતિજે

તારી-મારી વચ્ચે દરિયો સાજન                         રેલાય ખારા જળ જળમધ્યે ડૂબ્યા સ્વપ્નો અનેક                     રહસ્ય એના અકળ  માંડી છે મીટ, ધામ … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિ | 2 ટિપ્પણીઓ

પત્થરને કાળજે કોતરેલી કલા

ખીણો અને પર્વતોની હારમાળામાં પથરાયેલ પત્થરનું અનોખુ સૌંદર્ય આસપાસ ઉગેલા ફૂલોના સૌંદર્યને જ્યારે નહીવત કરી દે ત્યારે ઘડીભર થાય કે ફૂલ અને પત્થરનો એટલે કે ચેતન અને જડનો વિરોધાભાસ જો લાગણીના સંદર્ભે જોઈએ તો જરાક સ્પર્શતા મુરઝાવા લાગે તેવા ફૂલ … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રવાસ, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા