Category Archives: વાર્તા

વાંસળી

“વાંસળી મૂક હવે એક બાજુ, ભણીશ નહી તો અમારી જેમ ખેતરમાં મજૂરી કરવી પડશે.” પિતાનો આ આદેશ પાળ્યા વગર નવ વર્ષના મિહિરનો છૂટકો ન હતો. વાંસળી જ નહી સંગીતના બધા જ વાજીંત્રો મિહિરને  શિશુકાળથી ખૂબ જ પ્યારા પણ ગામડાં ગામમાં … Continue reading

Posted in વાર્તા, સ્વરચિત કૃતિ | 1 ટીકા

પરિવર્તન

આ વાર્તા વિષે થોડું… પરિવર્તનના સ્વીકારથી જીવન સરળ બને છે એમ માનતા અને મનાવતા આપણે સૌ સામાજિક પરિવર્તનોને જ્યારે ન સ્વીકારી શકીએ ત્યારે તેનાથી અલિપ્ત થવા પ્રયત્ન કરીએ છીએ પણ ક્યાં સુધી? જ્યાં સુધી તે આપણા સંતાનો થકી આપણા ઘરમાં … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, વાર્તા, સ્વરચિત કૃતિઓ | 6 ટિપ્પણીઓ

“ મને કાંઈ થયું તો….. “

અમી આમ અચાનક જતી રહેશે તેની તપનને કલ્પના ન હતી. જો કે લાંબા વખતથી તે પરવશ હતી તે ખરૂં પણ કોઈ જીવલેણ બિમારી ન હતી. ભારે શરીર અને નબળાં હાડકાં તેથી અવારનવાર ફસડાઈ પડે એ સિવાય બીજી કોઈ ખાસ ફરિયાદ … Continue reading

Posted in વાર્તા, સ્વરચિત કૃતિઓ | 3 ટિપ્પણીઓ

પિયર્સ

આજથી 25 વર્ષ પહેલાં હું માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજમાં હોસ્ટેલમાં રહી ભણતી હતી ત્યારે પિયર્સ મારો પ્રિય સાબુ હતો. ત્યારે તે મોંઘો સાબુ ગણાતો. તેના એક સાબુની કિંમતમાં બીજા સામાન્ય ત્રણ ચાર ન્હાવાના સાબુ ખરીદી શકાય. હોસ્ટેલમાં જ્યાં મુવી (પિક્ચર) … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, વાર્તા, સ્વરચિત કૃતિઓ | 9 ટિપ્પણીઓ

સાવકો પરિવાર

ડો. નિશાની શંકા સાચી પડી હતી. એની પ્રિય સખી મમતાના રીપોર્ટસ કેન્સરનું નિદાન કરતા હતાં. કલ્પના બહારનું બન્યુ હતું. રવિવારે બંને સાથે શોપીંગમાં જવા નીકળ્યા ત્યારે મમતાએ ફરી કહ્યું હતું કે હમણાંથી તેને ચક્કર આવે છે. કેન્સરની શંકા ખોટી હોય … Continue reading

Posted in વાર્તા, સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

પૂર્વ અને પશ્ચિમ

(‘ગુર્જરી ડાયજેસ્ટ – ઓક્ટોબર 2008’ માં પ્રકાશિત સ્વરચિત કૃતિ, અંતમાં થોડા ફેરફાર સાથે) મોમ, માઈક ઈઝ આસ્કીંગ મી ફોર ડેઈટ, કેન આઈ ગો?” મારી અઢાર વર્ષની પુત્રી પ્રિયા એ જયારે પ્રેમ અને વિશ્વાસથી મને આમ પૂછયું ત્યારે ના પાડવી અઘરી બની … Continue reading

Posted in ડાયાસ્પોરીક સર્જન, વાર્તા, સ્વરચિત કૃતિઓ | 20 ટિપ્પણીઓ

પારકી થાપણ

[‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2008’માં દ્વિતિય પુરસ્કાર પ્રાપ્ત કરેલ વાર્તા]                પપ્પાની તબિયત સારી નથી અને ડોકટરે જેને મળવુ હોય તેને બોલાવી લેવાનુ કહ્યું છે. તે જાણ્યા પછી સ્નેહા એક પળના પણ વિલંબ વગર તૈયાર થવા લાગી. હજુ બે મહીના પહેલાં જ … Continue reading

Posted in વાર્તા, સ્વરચિત કૃતિઓ | 6 ટિપ્પણીઓ