Category Archives: સ્વરચિત કૃતિ

વાંસળી

“વાંસળી મૂક હવે એક બાજુ, ભણીશ નહી તો અમારી જેમ ખેતરમાં મજૂરી કરવી પડશે.” પિતાનો આ આદેશ પાળ્યા વગર નવ વર્ષના મિહિરનો છૂટકો ન હતો. વાંસળી જ નહી સંગીતના બધા જ વાજીંત્રો મિહિરને  શિશુકાળથી ખૂબ જ પ્યારા પણ ગામડાં ગામમાં … Continue reading

Posted in વાર્તા, સ્વરચિત કૃતિ | 1 ટીકા

થંભ્યો સમય

દોડતી હતી હું ત્યારે દોડ્યો હતો સમય સાથસાથ થંભી હું તો દીધી હાથતાળી સૂરજની સાથ સાથ ઉગે ને આથમે ઘેનમાં, સ્વપ્નમાં, દૂર દૂર દેશમાં સરતી હું ભૂત, ભાવિ, આજના આભાસમાં બદલતો વેશ છૂપી મુખરેખા ને કેશમાં રમતો રમાડતો સેજમાં ને … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિ | 2 ટિપ્પણીઓ

નીલમ દોશીની એક લધુતમકથા વિષેઃ

અસ્મિતાપર્વ-૨૦૧૮ ના કાર્યક્રમોમાંથી મારી પ્રિય મિત્ર નિલમ દોશીની સંક્ષિપ્ત કથાઓની વિડિયો ક્લીપ જોઈ-સાંભળી તેનો પ્રતિભાવ અહીં લખવાની પ્રેરણા થઈ. માઈક્રોફિકશન વાર્તાઓએ હમણાંથી ગુજરાતીમાં ઘણી પ્રગતિ કરી હોવાની મને નિલમ દ્વારા જ જાણ થઈ છે. થોડા શબ્દોમાં ઘણું કહેવાનું કે સાંભળવાનું … Continue reading

Posted in પ્રતિભાવ, સ્વરચિત કૃતિ | 5 ટિપ્પણીઓ

માતૃ વિયોગ  

બા સ્વપ્નમાં આવે છે એ ક્ષણે સ્વપ્ન સત્ય બનીને રડે છે. બાના પ્રેમની કાંગરી ક્યારેક ખરતી તો બ્રહ્માંડ ધૃજી ઊઠતું બાની રાજધાનીમાં રહેતાં સૌ એમ માનતા ને મનાવતા કે બા એમની રાજધાનીમાં રહે છે અને પોતે  રાજા/રાણી છે બા સ્મિત … Continue reading

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિ | 4 ટિપ્પણીઓ

સમયની ચોરી

ષષ્ઠીપૂર્તિની નજીક પહોંચતા સમય જાણે ઉડતો લાગે. કામની ગતિ ધીમી પડી ગઈ છે તેનો અહેસાસ થાય સાથે સાથે નિવૃત સમયે કરવાનો વર્ષોથી થંભાવી રાખેલો આનંદનો પ્રવાહ દિલની સાથે શરીરને ય ડોલતું જોઈ ધીમો પડવા લાગે ત્યારે સમય ક્યાંથી કાઢવો તે … Continue reading

Posted in સ્વરચિત કૃતિ | 3 ટિપ્પણીઓ

ક્ષિતિજે

તારી-મારી વચ્ચે દરિયો સાજન                         રેલાય ખારા જળ જળમધ્યે ડૂબ્યા સ્વપ્નો અનેક                     રહસ્ય એના અકળ  માંડી છે મીટ, ધામ … Continue reading

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિ | 2 ટિપ્પણીઓ

સંભવ

માનો કે કાલે સૂરજ ઊગે નહી ને માનવ સર્જિત દીવડા વચ્ચે તરે જીન્દગી હમેંશ માટે ક્ષણે ક્ષણે ક્ષય-અક્ષય ચક્ર તૂટે દિન-રાત તણું તો પ્રભુ, તારૂં તિમિર દીપને અજવાળે થાય ભાંગી ભૂક્કો પછી તું ક્યાં? હું ક્યાં?  

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિ | 5 ટિપ્પણીઓ

અંતે

   જા,    નહી આવું મંદિરે!    પૂજ્યો પણ    અંતે તો તું    પથ્થર, દેવ!

Posted in અગિયારી, કાવ્યો, સ્વરચિત કૃતિ | 2 ટિપ્પણીઓ