સત્યના પ્રકારો:

મારી દ્રષ્ટિએ સત્યના ત્રણ પ્રકાર છે.
1.સનાતન સત્ય(Universal truth)
જે દરેક સમય અને  સ્થળ માટે સરખુ છે. દા.ત. આત્મા એક અદ્રશ્ય શક્તિ છે.

2.સાબંધિક સત્ય (Related truth)
જેનો સંબંધ સમય અને સ્થળ સાથે છે. દા.ત. સમય દર્શાવતી ઘડિયાળનું સત્ય જે સ્થળ પ્રમાણે બદલાય છે.‘સૂર્ય આથમે છે’ તે સત્ય એક દેશનું હોય તે જ વખતે બીજા દેશનું સત્ય ‘સૂર્ય ઉગે છે’ તે હોય છે.

3.વ્યક્તિગત સત્ય(Personal truth).
એક જ સરખા તાપમાનની બે વ્યક્તિ પરની ભિન્ન અસરને કારણે એકને ઠંડી લાગે તે જ તાપમાને બીજાને ગરમી લાગતી હોય તો તે વિરોધી છતાં બંનેનું વ્યક્તિગત સત્ય છે.આ વ્યક્તિગત સત્ય પર સતત બદલાતા સંજોગો અને વ્યક્તિત્વની અસર હોવાથી તે અલગ અને અસ્થાયી હોય છે.

સનાતન સત્યનું મૂલ્ય વધારે હોય છે કારણ કે તેમાં સ્થળ અને કાળનું બંધન નથી.જીવન માટે તે ખુબ ઉપયોગી છે કારણ કે બધી કસોટીમાંથી પાર ઉતરીને તે સદાય પ્રકાશે છે.તેને કોઈ આધારની જરૂર નથી.મનુષ્ય તેમાં કોઈ ફેરફાર કરી શક્તો નથી.જીવનની ઉત્પતિ અને વિકાસ સાથે સનાતન સત્ય જોડાયેલ છે.અનુભવો અને સમજશક્તિની મર્યાદાને કારણે તેના ઊંડાણને પુરેપૂરૂં સમજવું અઘરૂં હોય છે પણ આખરે મનુષ્યને આ સત્યની પ્રતીતિ થાય છે.શબ્દો થકી તેને સમજાવવું અઘરૂં છે આથી દલીલોને અહીં ખુબ અવકાશ છે પણ દલીલોથી તેને ઢાંકી શકાતું નથી અનુભૂતિથી તે પ્રગટ થતું રહે છે અને શાશ્વત છે.

સાબંધિક સત્ય કેટલીકવાર પરસ્પર વિરોધી હોવાને કારણે ઘણા ગુંચવાડા સર્જવાની શક્યતા ધરાવે છે જેથી વિસંવાદ ઉભો થઈ શકે.વૈજ્ઞાનિક કે લાક્ષણિક પૂરાવા થકી સર્વસ્વીકાર્ય બન્યા પછી પણ સમયાંતરે કે કાળાંતરે એમાં ફેરફાર થતા રહે છે.આ ફેરફારોના સ્વીકારનો અભાવ અંધવિશ્વાસ જન્માવી મનુષ્યને ખોટી દિશામાં દોરી શકે અને મનની જડતા સાથે અથડાઈ મનુષ્યને ગુમરાહ કરી શકે.આ પ્રકારનું સત્ય વ્યાપક હોય છે અને શાશ્વત ન હોવા છતાં તે દીર્ધકાળ સુધી ટકી રહે છે.

વ્યક્તિગત સત્ય અનુભવથી ઉદભવે છે જે સંજોગો પ્રમાણે બદલાય છે.વિશ્વાસ કે સમાનુભવ થકી તેને માન્યતા મળે છે પણ વ્યક્તિત્વની ભિન્નતાને કારણે ઘણીવાર આ સત્યનો વિશ્વાસ કરવાનું અઘરૂં હોય છે.પળેપળે ફેરકારનો તેમાં અવકાશ હોવાથી આ પ્રકારના સત્યને અલગ તારવવું મુશ્કેલ હોય છે.આવા વ્યક્તિગત સત્યો માનવ માનવ વચ્ચે ગેરસમજ ઊભી કરી સંઘર્ષ જન્માવે છે.એકનું સત્ય બીજા માટે જૂઠ સાબિત થાય ત્યારે તેની પ્રતિષ્ઠા જોખમાય છે.અગાઉ જણાવ્યુ તેમ એક સરખા તાપમાને એકને ઠંડી અને બીજાને ગરમી લાગે ત્યારે બંનેને એકબીજાની વાત ખોટી લાગે છે પણ બંને પોતાની રીતે તો સાચા જ હોય છે.આ વ્યક્તિગત સત્યના ઝગડાઓ વિશ્વમાં સતત ચાલે છે.ચાલુ ટ્રેનમાં એકને બારી ખૂલ્લી રાખવી હોય અને બીજાને બંધ તો એ સંજોગોમાં સહનશક્તિની મર્યાદા ઉશ્કેરણી જન્માવતી હોય પણ પરિસ્થિતિ બદલાવી શકાતી ન હોય ત્યારે ઝગડાને મોકળુ મેદાન મળી જાય છે.આવા વ્યક્તિગત વિરોધી સત્યો મોટાભાગના ઝગડાના મૂળમાં હોય છે.કુંટુંબમાં એકતા અખંડિત રાખવા માટે સહનશક્તિ વધારવાનો ઉપાય જ આથી શ્રેષ્ઠ ગણાય છે.

જ્યારે આવા વ્યક્તિગત વિરોધી સત્યો એકબીજા સાથે અથડાઈને અશાંતિ સર્જે છે અને ક્યારેક સામુહિક સ્વરૂપ પણ ધારણ કરી લે છે ત્યારે શાંતી માટે સનાતન સત્યની આવશ્યકતા વધી જાય છે.સનાતન સત્ય સામે વ્યક્તિગત સત્ય ગૌણ બની પોતાનું મહત્વ ગુમાવી દે છે. મીણબતી જેવા આપણા વ્યક્તિગત સત્યોનો પ્રકાશ સૂર્ય જેવા સનાતન સત્યના પ્રકાશ પાસે અંત્યંત ઝાંખો બની વ્યર્થતા સાથે અલ્પજીવી બની રહે છે અને અહમને ઓગાળી સહનશક્તિ બક્ષે છે.

This entry was posted in નિબંધ, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

31 Responses to સત્યના પ્રકારો:

 1. aataawaani કહે છે:

  सच्चाई छुप नहीं सकती बनावटके उसूलो से ।
  की खुशबु आ नही सकती कभी कागज़के फुलोसे .આવી સત્ય વિશેની ચર્ચોમાં મારી બુદ્ધિ કામ નથી કરતી .

 2. P.K.Davda કહે છે:

  બ્રહ્મ સત્ય, જગત મિથ્યા.

 3. પિંગબેક: દષ્ટિભ્રમ અને મુક્તિ « ગદ્યસુર

 4. usha desai કહે છે:

  ઊચી ડાળીનું મીઠું ફળ પામવા ઉચે તો ઉઠવું પડે?!
  ટુંકો પનો જરા નડે છે,બસ “હું છુ…” એ નાનું સત્ય અમારે પલ્લે પડેછે…

  • સુરેશ કહે છે:

   ‘ હું છું’ એ એક માત્ર સત્ય છે! એને ઓળખવાની જ તો અદ્યાત્મ મર્ગમાં બધી જધામણ છે ને?
   એક સરસ કવિતા ..

   કદિ એક ‘હું’ માંહે ‘હું’ છેદ પાડે;
   બને વાંસળી ‘હું’, અને ‘હું’ વગાડે.

   કદિ એક ‘હું’ સૂર્ય થઇને પ્રકાશે;
   સકલ સૃષ્ટિનાં જીવતરને જીવાડે.

   બેસી રસોડે જમે ‘હું’ નિરાંતે;
   બની માત ‘હું’ જાતે ‘હું’ને જમાડે.

   કદિ એક ‘હું’ વ્યાસપીઠે બીરાજે;
   કદિ એક ‘હું’ સામે બેસીને ધ્યાવૈ.

   રમે રાસ ‘હું’ સૃષ્ટિ સાથે નિરંતર;
   બળે હાથ ‘હું’ નો અને ‘હું’ જ બાળે.

   નિરંતર રહે ‘હું’ ને ‘હું’ ની પ્રતિક્ષા;
   અહીં ‘હું’ ને ‘હું’ બોર એંઠા ચખાડે.

   અહીં ઇશ પોતાને માટે ‘હું’ બોલે;
   રમે ‘હું’ અને ‘હું’ જ ‘હું’ ને રમાડે.

   – પ્રફુલ્લ દવે

 5. પિંગબેક: છીણી – એક અવલોકન « ગદ્યસુર

 6. Dr.Kishorbhai Mohanbhai Patel કહે છે:

  સત્ય સનાતન સત્ય છે.

  સત્ય એજ ભગવાન છે.

 7. chandravadan કહે છે:

  રેખાબેન,

  તમારા બ્લોગ પર આવી આ પોસ્ટ “સત્યના પ્રકારો” વાંચી.

  અને..ત્યારબાદ, અનેક પ્રતિભાવો વાંચ્યા…એમાં હતી આ વિષયે સુરેશ્ભાઈ-જુગલકિશોરભાઈ-શરદભાઈ દ્વારા થયેલી “ચર્ચા”.

  બધું જ વાંચ્યા બાદ, અને “અનેક વિચારો” જાણ્યા બાદ, સત્યની સમજ માટે અનેક પ્રષ્નો ઉભા થયા છે….ઘણીવાર “જ્ઞાન”પણ

  “ખરો જવાબ”આપતા હારી જાય છે….દાખલો લ્યો વૈજ્ઞાનિકોનો…એક શોધ કરી, આગળ જાણેલા સત્યને બદલે છે..અને જે

  “નવા સત્ય”ને બીજી શોધ દ્વારા ફરી બદલે છે.

  માનવી જ જગતમાં છે જે વિચારો કરી વિચારો પ્રગટ કરે છે..આ કારણે જ “સત્ય” અને “અસત્ય” શબ્દો/વિચારોનો જન્મ થયો.

  આટલા વિચારો પ્રગટ થઈ ગયા છતાં સત્ય શું છે તે સમજાયું ?

  હું તો ફક્ત એટલું જ કહું કે…….એકવાર, માનવી “પરમ તત્વ”ને સમજી શકે ત્યારે જ એની વિચારધારામાં ખરેખર “સત્ય”ની

  સમજ આવે છે..ત્યારે એન મન સાથે એનું હૈયું સાથ આપે છે…આ જ “સત્ય” ..આ જ “અસત્ય” નો સંતોષ મળે છે.

  આ જ સનાતન સત્ય !

  >>>>ચંદ્રવદન
  Rekhaben,
  Nice Post,
  Nice Comments !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU & the READERS to my Blog Chandrapukar !

 8. readsetu કહે છે:

  રેખાનો આ લેખ અને એના ઉપર થયેલી વિશદ ચર્ચા વાંચ્યા પછી મને નથી લાગતું કે કોઇને કશું કહેવાનું બાકી રહે…. હા, એક વાત મનમાં ઊગી છે. રેખા, આ ત્રણ પ્રકારના સત્યોની સાથે એક ચોથા પ્રકારનું સત્ય નહીં ઉમેરવું જોઇએ ? અને એ છે અનુભૂતિનું સત્ય. જે માત્ર સમજાય છે, સમજાવી નથી શકાતું. અનુભવાય છે, અનુભવાવી નથી શકાતું !!
  લતા

 9. Lina Savdharia કહે છે:

  સાચ ના પ્રકાર અનંત છે.
  ગણિતના ગણિત પ્રમાણે પ્રકારો નો સરવાળો = અનંત અને સરેરાસ = શુન્ય (૦)
  ન્યાયાધીશ નો ન્યાય સાચો હોવો જોઇએ પણ જુદા જુદા પ્રકાર ના સત્યો રજુ કરવામાં આવે ત્યારે સચોટ સત્ય પણ શુન્ય!!!!!
  ધીરેન

  સત્યના ગમે તેટલા પ્રકારો ગણાતા હોય પણ તેનો અંશ તો એક જ રહેવાનો.
  સત્ય નો માર્ગ કઠીન છે કારણ કે તેમાં બીજા પ્રકારો વચ્ચે આવવાથી અવરોધ થાય છે.
  લીના

 10. માનનીય શ્રી શરદભાઈએ અને માનનીય શ્રી જુગલકિશોરભાઈએ એક વાક્યમાં ઘણુ કહ્યા પછી હવે કંઈ વિશેષ કહેવાનું રહેતુ નથી. મારી દ્રષ્ટિને વિશુદ્ધ કરવામાં સહાયરૂપ થવા બદલ એમની તેમ જ માનનીય શ્રી સુરેશભાઈ જાનીની આભારી છું પ્રતિભાવ તથા લીંક મોકલવા બદલ કેન પટેલનો પણ આભાર!

 11. Sharad ShahSharad Shah કહે છે:

  TAO (TRUTH) CAN NOT BE SAID, WHICH IS SAID IS NOT TAO.(TRUTH)

 12. સુરેશ કહે છે:

  શરદ ભાઈનો બીજો ઈમેલ સંદેશ …

  Osho on Truth

  John Lilly has said, “What the mind believes is true or becomes true.” Would you please comment on this?

  That’s what has been happening down the ages. That is the way of autohypnosis. John Lilly is absolutely wrong. “What the mind believes,” he says, “is true….” It is not. It only appears true.
  And he says “… or it becomes true.” It never becomes true by being believed, but it starts appearing true. Yes, for the believer it becomes true, although it is not true, because belief begins in ignorance. Belief cannot create truth; truth is already the case.
  Remember the first preliminary of Atisha: truth is. You need not believe in it for it to be. Your belief or your disbelief is not going to make any difference to the truth. Truth is truth, whether you believe or you disbelieve.
  But if you believe in something it starts appearing as true to you at least. That’s what the meaning of belief is: belief means to believe in something as true – you know that you don’t know, you know that the truth is unknown to you, but in your ignorance you start believing, because belief is cheap.
  To discover truth is arduous, it needs a long pilgrimage. It needs a great emptying of the mind, it needs a great cleansing of the heart. It needs a certain innocence, a rebirth: you have to become a child again.
  Only very few people have ever dared to discover truth. And it is risky, because it may not console you; it has no obligation to console you. It is risky: it may shatter all that you have known before, and you will have to rearrange your whole life. It is dangerous: it may destroy all your illusions, it may shatter all your dreams. It is really going through fire; it is going to burn you as you are, it is going to kill you as you are. And who knows what will happen later on?
  How can the seed know that by dying in the soil it will become a great tree? It will not be there to witness the happening. How can the seed know that one day, if it dies, there will be great foliage, green leaves, great branches, and flowers and fruits? How can the seed know? The seed will not be there. The seed has to disappear before it can happen. The seed has never met the tree. The seed has to disappear and die.
  Only very few people have that much courage. It really needs guts to discover truth. You will die as yourself. You will certainly be born, but how can you be convinced of it? What guarantee is there? There is no guarantee.
  Hence, unless you are with a master who has died and is reborn, who has crucified himself and is resurrected – unless you come across a man like Christ or Buddha or Atisha – you will not be able to gather enough courage.
  Seeing Atisha, something may start stirring in your heart, a chord may be touched, something may be triggered, a synchronicity. The presence of somebody who has arrived may create a great longing in you, may become the birth of an intense passionate search for truth.
  Belief cannot give you the truth, it only pretends. It is cheap, it is a plastic flower. You need not take all the trouble of growing a rosebush, you can simply go to the market and purchase plastic flowers – and they are more lasting too, in fact they are almost eternal. Once in a while you can wash them, and they are fresh again. They will not deceive you, but at least they can deceive the neighbors, and that is the point. You will know all along that they are plastic flowers. How can you forget it? You have purchased them! The neighbors may be deceived, but how can you be deceived?
  And I don’t think that even the neighbors are deceived, because they have also purchased plastic flowers. They know they are deceiving you, they know you are deceiving them. Everybody is perfectly aware that everybody else is deceiving. “But this is how life is,” people say. Nobody is really deceived. People just pretend to be deceived. You pretend that you have real flowers, others pretend that they are deceived. Just watch, observe, and what I am saying will be experienced by you. It is a simple fact; I am not talking philosophy, just stating facts.
  What John Lilly says is utter nonsense. He says, “What the mind believes is true.” It is never true, because belief has nothing to do with truth. You can believe that this is night but just by your believing, this is not going to become night. But you can believe, and you can close your eyes and for you it is night – but only for you, remember, not in truth. You are living in a kind of hallucination.
  There is this danger in belief: it makes you feel that you know the truth. And because it makes you feel that you know the truth, this becomes the greatest barrier in the search. Believe or disbelieve and you are blocked – because disbelief is also nothing but belief in a negative form.
  The Catholic believes in God, the communist believes in no God: both are believers. Go to Kaaba or go to the Comintern, go to Kailash or to the Kremlin, it is all the same. The believer believes it is so, the nonbeliever believes it is not so. And because both have already settled without taking the trouble to go and discover it, the deeper is their belief, the stronger is their belief, the greater is the barrier. They will never go on a pilgrimage, there is no point. They will live surrounded by their own illusion, self-created, self-sustained; it may be consoling, but it is not liberating. Millions of people are wasting their lives in belief and disbelief.
  The inquiry into truth begins only when you drop all believing. You say, “I would like to encounter the truth on my own. I will not believe in Christ and I will not believe in Buddha. I would like to become a christ or a buddha myself, I would like to be a light unto myself.”
  Why should one be a Christian? It is ugly. Be a christ if you can be, but don’t be a Christian. Be a buddha if you have any respect for yourself, but don’t be a Buddhist. The Buddhist believes. Buddha knows.
  When you can know, when knowing is possible, why settle for believing? But again, the society would like you to believe, because believers are good people, obedient, law-abiding. They follow all formalities and etiquette, they are never trouble-makers. They simply follow the crowd, whichever crowd they happen to be in; they simply go with the crowd. They are not real men, they are sheep. Humanity has not yet arrived.
  Somebody once said to George Bernard Shaw, “What do you think about civilization?”
  He said, “It is a good idea. Somebody should try it.”
  It has not yet been tried. Humanity is still arriving; we are still groping between animality and humanity. We are in limbo: man has to be born, man has to be given birth to; we have to prepare the ground for man to appear.
  And the most significant thing that will help that man to come will be if we can drop believing – if we can drop being Christians, Hindus, Mohammedans, Jainas, Buddhists, communists. If you can drop believing, immediately your energy will take a new turn: it will start inquiring. And to inquire is beautiful. Your life will become a pilgrimage to truth, and in that very pilgrimage you grow.
  Growth is a by-product of the inquiry into truth. Believers never grow, they remain childish. And remember, to be childlike and to be childish are poles apart, they are not the same thing. It is beautiful to be childlike. The man of trust is childlike and the man of belief is childish. To be childlike is the ultimate in growth; that is the very culmination – consciousness has come to the ultimate peak. To be childlike means to be a sage, and to be childish means to be just un-grownup.
  The average mental age of human beings on the earth today is not more than twelve years. When for the first time this was discovered, it was such a shock. Nobody had ever thought about it; it was just by accident that it became known. In the First World War, for the first time in human history, the people who were candidates, who wanted to enter the army, were examined. Their mental age was inquired into, their IQ was determined. This was a great revelation – that they were not more than twelve years; the average age was just twelve years.
  This is childishness. The body goes on growing, and the mind has stopped at the age of twelve. What kind of humanity have we created on this earth? Why does the mind stop at twelve? Because by the time one is twelve, one has gathered all kinds of beliefs; one is already a believer, one already “knows” what truth is. One is a Christian, another is a communist; one believes in God, one does not believe in God; one believes in The Bible and the other believes in Das Kapital; one believes in the Bhagavad Gita, another believes in the Red Book of Mao Zedong.
  We have drilled concepts and ideologies into the innocent minds of poor children. They are already becoming knowers. Do you know – by the age of seven, a child already knows fifty percent of all that he will ever know. And by the time he is fourteen he has almost arrived; now there is nowhere to go, he has only to vegetate. Now he will exist as a cabbage. If he goes to college then, as they say, he may become a cauliflower. A cabbage with a college education is a cauliflower. But there is not much difference, just labels change. The cabbage becomes an M.A., a Ph.D., this and that, and just to show respect we call it a cauliflower. But the mental age is twelve.
  The real man grows to the very end. Even while he is dying, he is growing. Even the last moment of his life will still be an inquiry, a search, a learning. He will still be inquiring – now inquiring into death. He will be fascinated: death is such an unknown phenomenon, such a mystery, far more mysterious than life itself – how can an intelligent man be afraid? If in life he has not been afraid to go into the uncharted and the unknown, at the moment of death he will be thrilled, ecstatic. Now the last moment has come: he will be entering into the darkness, the dark tunnel of death. This is the greatest adventure one can ever go on; he will be learning.
  A real man never believes; he learns. A real man never becomes knowledgeable; he always remains open, open to truth. And he always remembers that “It is not that truth has to adjust to me, but just vice versa: I have to adjust to truth.” The believer tries to adjust truth to himself, the seeker adjusts himself to truth. Remember the difference; the difference is tremendous. One who believes, he says, “Truth should be like this, this is my belief.”
  Just think of a Christian…. If God appears not like Jesus Christ but like Krishna, not on the cross but with a flute and girlfriends dancing around him, the Christian will close his eyes; he will say, “This is not my cup of tea.” Girlfriends? Can you think of Jesus with girlfriends? The cross and girlfriends can’t go together. Jesus hanging on the cross and girlfriends dancing around? It won’t fit, it will be very bizarre. He was waiting for Christ to appear, and instead of Christ this guy, Krishna, appears: he seems to be debauched. And the flute? The world is suffering and people are hungry and they need bread – and this man is playing on the flute? He seems to be utterly uncompassionate, he seems to be indulgent. The Christian cannot believe in Krishna: if God appears as Krishna, then the Christian will say, “This is not God.”
  And the same will be the case with the Hindu who was waiting for Krishna: if Christ appears, that will not be his idea of God – so sad, such a long face, so gloomy, with such suffering on his face.
  Christians say Jesus never laughed. I don’t think they are right, and I don’t think they are representing the real Christ, but that’s what they have managed to propagate. The Hindu cannot accept the revelation; he must think this is some kind of nightmare. Jesus will not appeal to him.
  The believer cannot even trust his own experience. Even if truth is revealed, he will reject it, unless it fits with him. He is more important than truth itself: truth has an obligation to fit with him. He is the criterion, he is the decisive factor. This kind of man can never know truth; he is already prejudiced, poisoned.
  The man who wants to know truth has to be capable of dropping all concepts about truth. Everything about truth has to be dropped. Only then can you know truth. Know well: to know about truth is not to know truth. Whatsoever you know may be utter nonsense; there is every possibility that it is utter nonsense. In fact people can be conditioned to believe any kind of nonsense; they can be convinced.

  Once I went to address a conference of theosophists. Now, theosophists are people who will believe any bullshit – ANY! The more shitty it is, the more believable. So I just played a joke on them. I simply invented something; I invented a society called “Sitnalta.” They were all dozing, they became alert. “Sitnalta?” I made the word by just reading “Atlantis” backwards. And then I told them, “This knowledge comes from Atlantis, the continent that disappeared in the Atlantic ocean.”
  And then I talked about it: “There are really not seven chakras but seventeen. That great ancient esoteric knowledge is lost, but a society of enlightened masters still exists, and it still works. It is a very very esoteric society, very few people are allowed to have any contact with it; its knowledge is kept utterly secret.”
  And I talked all kinds of nonsense that I could manage. And then the president of the society said, “I have heard about this society.” Now it was my turn to be surprised. And about whatsoever I had said, he said that it was the first time that the knowledge of this secret society had been revealed so exactly.
  And then letters started coming to me. One man even wrote saying, “I thank you very much for introducing this inner esoteric circle to the theosophists, because I am a member of the society, and I can vouch that whatsoever you have said is absolutely true.”

  There are people like these who are just waiting to believe in anything, because the more nonsensical a belief is, the more important it appears to be. The more absurd it is, the more believable – because if something is logical, then there is no question of believing in it.
  You don’t believe in the sun, you don’t believe in the moon. You don’t believe in the theory of relativity: either you understand it or you don’t understand it; there is no question of belief. You don’t believe in gravitation; there is no need. Nobody believes in a scientific theory – it is logical. Belief is needed only when something illogical, something utterly absurd, is propounded.
  Tertullian said, “I believe in God because it is absurd: Credo Quia Absurdum, my creed is the absurd.”
  All beliefs are absurd. If a belief is very logical, it will not create belief in you. So people go on inventing things.
  Man is basically a coward, he does not want to inquire. And he does not want to say “I don’t know” either.
  Now, that president of the theosophical society who said, “I have heard about this society” – he cannot say that he does not know, he does not have even that much courage. To accept one’s ignorance needs courage. To accept that you don’t know is the beginning of real knowledge. You go on believing, because there are holes in your life which have to be filled, and belief is easily available.
  There are three hundred religions on the earth. One truth, and three hundred religions? One God, and three hundred religions? One existence, and three hundred religions? And I am not talking about sects – because each religion has dozens of sects, and then there are sub-sects of sects, and it goes on and on. If you count all the sects and all the sub-sects, then there will be three thousand or even more.
  How can so many beliefs, contradictory to each other, go on? People have a certain need – the need not to appear ignorant. How to fulfill this need? Gather a few beliefs. And the more absurd the belief is, the more knowledgeable you appear, because nobody else knows about it.
  There are people who believe in a hollow earth, and that inside the earth there is a civilization. Now, if somebody says so you cannot deny it; you cannot accept it, but at least you have to listen attentively. And that serves a purpose: everybody wants to be listened to attentively. And one thing is certain, this man knows more than you. You don’t know whether the earth is hollow or not; this man knows. And who knows? He may be right. He can gather a thousand and one proofs; he can argue for it, he can propound it in such a way that you at least have to be silent if you don’t agree.
  Believers and believers and believers – but where is truth? There are so many believers, but where is truth? If John Lilly is right, then the world would be full of truth, you would come across it everywhere. Everybody would have truth, because everybody is a believer. No, it is all nonsense.
  He says, “What the mind believes is true or becomes true.” No. What the mind believes is never true, because truth needs no belief. Belief is a barrier to truth. And what the mind believes never becomes true, because truth is not becoming, truth is being; it is already the case. You have to see it – or you can go on avoiding seeing it, but it is there. Nothing has to be added to it, it is eternally there.
  And the best way to avoid truth is to believe. Then you need not look at it. Your eyes become full of belief; belief functions as dust on the eyes. You become closed into yourself, the belief becomes a prison around you. Belief closes you: then you are living within yourself in a windowless existence, and you can go on believing whatsoever you want to believe. But remember, it is belief, and belief is a lie.
  Let me say that even when the truth is told to you, don’t believe in it! Explore, inquire, search, experiment, experience: don’t believe in it. Even when truth is conveyed to you, if you believe in it, you turn it into a lie. A truth believed is a lie, belief turns truth into a lie.
  Believe in Buddha and you believe in a lie. Believe in Christ and you believe in a lie. Don’t believe in Christ, don’t believe in Buddha, don’t believe in me. What I say, listen to it attentively, intelligently; experiment, experience. And when you have experienced, will you need to believe in it? There will be no doubt left, so what will be the point of belief? Belief is a way of repressing doubt: you doubt, hence you need belief.
  The rock of belief represses the spring of doubt.
  When you know, you know! You know it is so; there is no doubt left. Your experience has expelled all darkness and all doubt. Truth is: you are full of it. Truth never creates belief.
  How to attain to truth? By dropping all kinds of beliefs. And remember, I am saying all kinds – belief in me is included. Experience me, come along with me, let me share what I have seen, but don’t believe, don’t be in a hurry. Don’t say, “Now what is the point? Now Osho has seen it, all that is left for me is to believe it.”
  What I have seen cannot become your experience unless you see it. And it is the experience of truth that delivers you from ignorance, from bondage, from misery. It is not the belief that delivers you, it is truth.
  Jesus says, “Truth liberates.” But how to attain to truth? It is not a question of belief, but a question of meditativeness. And what is meditation? Meditation is emptying your mind completely of all belief, ideology, concept, thought. Only in an empty mind, when there is no dust left on the mirror, truth reflects. That reflection is a benediction.

  (Osho – The Book of Wisdom #3)

 13. સુરેશ કહે છે:

  શરદ ભાઈનો ઈમેલ સંદેશ …

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ;
  સત્ય હું જાણતો નથી. હું પણ તમારા બધાની જેમ ખોજી માત્ર છું.ખરેખર સત્યની શોધ હોય તેમણે કોઈ જીવંત સતગુરુના શરણે જવું જોઈએ. બાકી સત્ય વિષેની ચર્ચા કર્યે રાખવી નિરર્થક છે. પણ જ્યારે એમ લાગે કે કોઈ જીવ જાગી શકે તેમ છે, જો તેને થોડો સહારો મળે કે ટપારવામાં આવે. એટલે ક્યારેક હું ચર્ચા કરું છું પણ થોડા સમય પુરતી. કદાચ મારી વાત કોઈના હૃદયને સ્પર્શે અને એને સતગુરુની પરખ મળી જાય તો એનું જીવન ધન્ય થઈ જાય.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ.

 14. સુરેશ કહે છે:

  અવશ્ય
  ચર્ચા હમ્મેશ વિચાર વિમર્શ માટે જ હોવી જોઈએ- આ કુસ્તીનો અખાડો નથી!

  હાદઝાનો દાખલો આપવાનો મારો ઉદ્દેશ એ જ છે કે, સત્ય શું છે – તે શાશ્વત છે કે નહીં , તે કહેવા આપણી મર્યાદિત માનસિક શક્તિઓ ઘણી વામણી છે – કદાચ મહાન વિચારકોની પણ.

  બીજો દાખલો આપું .., અગાઉ અક્ષયપાત્ર પર રજૂ કરેલો જ છે.
  સૌ સમ્મત થશે કે, જીવનનો પાયો પ્રેમ છે.
  પણ એટલું જ – કદાચ એનાથી વિશેષ વ્યાપક સત્ય એ છે જ કે, હિંસા જીવનનું અનિવાર્ય અંગ છે. સર્વાઈવલ સાથે હિંસા જોડાયેલી છે – કહેવાતા અહિંસક જૈનો પણ આમાંથી બાકાત નથી. અહિંસાના અત્યંત આગ્રહીઓ ઘાસ ખાવા માંડે તો પણ એ જીવ હિંસા છે જ.

  આ શાશ્વત સત્ય કહેવાય કે નહીં?
  ના….

  વનસ્પતિ અને મહાસાગરના પ્લેન્ક્ટન કશી હિંસા કરતા નથી. માત્ર સૂર્યપ્રકાશ અને રસાયણોવાળા પાણીથી એમનું જીવન આગળ વધે છે.

  • વિજ્ઞાનને આધારે હું માનું છુ કે મનુષ્ય પણ ધારે તો સૂર્યપ્રકાશને આધારે ટકી શકે જો પદ્ધતિસર ફેરફાર કરીને લોહી સુધી અસર પહોંચાડી શકીએ તો! પણ એવી ઈચ્છાનો અભાવ છે કારણ કે હિંસા સર્વવ્યાપી થઈ સ્વીકાર પામી ચૂકી છે અને હિંસા વગર જીવવાનું આપણા લોહીમાંથી ભૂંસાઈ ગયુ છે. આદમ અને ઈવની વાત સાથે સફરજન ખાધા પછી જાતિય વૃતિઓ ઉછળી તે શું દર્શાવે છે? સફરજન વગર પણ કુદરતનું કાર્ય કંઈ અટકી જવાનું ન હતું. સંયમની પાળ તૂટી હશે? અને સફરજન તેનો ભોગ બન્યુ હશે? મારી તો સમજની બહારની વાત છે. કદાચ વાર્તાને સાચી ન માનીએ તો પણ આ કલ્પના યુગોથી સ્વીકારાતી આવી છે. અગ્નિને આપણે પવિત્ર માનીએ છીએ છતાં તેને અડકતાં નથી તેમ કુદરતી હોય તો પણ હિંસાથી પણ દૂર જ રહેવું ઘટે અને શક્ય હોય એટલે કે જીવન મરણનો સવાલ ન હોય ત્યાં સુધી એક જીવ માટે બીજા જીવની હિંસા કરવાની પ્રેરણા ન થવી જોઈએ અને થાય તો તે અકુદરતી છે મનુષ્ય સિવાય સંગ્રહખોરી કોઈ પ્રાણીઓ કરતા નથી માટે કાલની ચિંતા વગર કક્ત પેટની ભૂખ સમાવવા જ શિકાર કરે છે અને ખાઈને વધેલું અન્ય માટે ત્યાં જ છોડી દે છે અને આપણે માનવો? તમને નથી લાગતું કે માનવજાત વધુ હિંસક થઈ ગઈ છે અને વગર કારણે કુદરતને રંજાડે છે. (પછી મંજીરા લઈને ભક્તિ કરે તેનો શો અર્થ?) તમે અંગ્રેજી કાર્ટૂન મૂવી “લાયન કીંગ” કદાચ જોયુ હશે. તેમાં જીવ ટકાવવા માટેની હિંસા અને હિંસક વૃતિથી થકી હિંસાનો ફેર જોઈ શકાય છે તેમ જ ડરથી ઉત્પન્ન થતી અહિંસા પણ સાચી અહિંસા નથી તે સમજી શકાય છે. શબ્દોનું છળ અંદરની વૃતિઓને ઢાંકીને કાયરને અહિંસક અને હિંસકને કાયરમાં ખપાવે છે અને તેથી બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ થવા પામતો નથી.

   • સુરેશ કહે છે:

    હિંસા અને માંસાહાર એ બે વચ્ચે તફાવત છે, એમ મારું માનવું છે.

    નેટિવ અમેરિકનો ભલા ભોળા જીવ હતા. આપણાં ઘણાં પાખંડી જૈનો કરતાં વધારે. એમની હિંસા સર્વાઈવલ માટે હતી.

    કઈ હિંસા ક્ષમ્ય અને ક ઈ અપરાધી — એ સમાજના નિયમો, અભિગમ , સારાસાર વિવેક … પર આધાર રાખે છે.

    હું હમણાં આર્ટ ઓફ લિવિંગ આચરૂં છું. એ સબબ ત્રણ ચાર ગોરી અમેરિકન મહિલાઓનો પરિચય થયો. એ બધી પૂર્ણ શાકાહારી છે! હું તો ઈંડાં કદિક લઉં છું , પણ તેઓ તો એ પણ નહીં !

    આમ કશા વિશે એક જ નિયમ … આ સારું , આ ખરાબ .. એમ ન બાંધી શકાય.
    જુગલભાઈએ સરસ કહ્યું કે, ‘મારા માટે આ સાચું ‘ એમ હું કહી શકું . પણ ‘આ સાચું જ.’ – એમ ન કહેવું જોઈએ.

   • jjkishor કહે છે:

    જીવન આપણને ‘મળ્યું’ છે, આપણે લેવા ગયા નહોતા. આ જીવન આપવાવાળા માબાપ હોય છે, પણ એથીય આગળની કોઈ શક્તીને આપણે જીવન આપનાર તરીકે માનીએ – ઈશ્વર કે કુદરત વગેરે – તો આપણને મોકલતાં પહેલાં આપણા માટેની કેટલીય, કહોને કે મોટાભાગની, વ્યવસ્થા કરી રાખી હોય છે. પણ જીવન મળ્યા પછી તેને પુરું થવા સુધી સાચવવા માટે ખોરાક જરુરૂ છે. કપડાં, મકાન વ. પણ ખરાં. આ બધાં માટે થઈને ક્યાંક ને ક્યાંક હીંસાને વચમાં લાવવી જ પડે છે. આ માટે “વધુમાં વધુ” નીતી જાળવવા માટે “ઓછામાં ઓછી ને અનીવાર્ય” હીંસાનો વીચાર કરી શકાય…(બીજો કોઈ ઉકેલ નથી. પાણીમાં પણ જીવ છે જ. સુર્યપ્રકાશ વડે જીવવાનું શક્ય જણાતું નથી.)

    આ “ઓછામાં ઓછું”વાળી વાત ફક્ત ભોજન વગેરે માટે જ નહીં પણ બીજાં માનવોની સુવીધા માટે પણ લાગુ પડે છે !! જરુરીયાતથી વધુ રાખવું તે પણ એક જાતની હીંસા જ છે કારણ કે તે કોઈનામાં ભાગ પડાવે છે – “દુનીયામાં બધી સગવડો હયાતો માટે પુરતી છે, વધારે સર્જાતી નથી” – એ સીદ્ધાંતને આધારે આમ કહ્યું છે. (સંગ્રહખોરી કીડીઓય કરે છે.)

    મુળ સત્યની વાત આમ દાખલાઓ માટે થઈને બહુ આઘી નીકળી ગઈ. છતાં આભાર જ.

 15. માનનીય સુરેશભાઈ,

  (તમારા પ્રતિભાવના અનુસંધાને)
  जीतना गहरा राग है ईतना गहरा द्वेष!
  સત્ય-અસત્ય,રાગ-દ્વેષ આ બધા દ્વન્દ સિક્કાની બે બાજુ જેવા છે. મારો માતા તરીકેનો અનુભવ કહે છે કે ગુસ્સો અને પ્રેમ બંને ભાવના કેટલીકવાર એકસાથે એક જ સમયે ઉઠે છે અને પ્રેમ ગુસ્સાને શાંત કરે છે પણ ગુસ્સો બાળક પ્રત્યેના પ્રેમને ક્ષણભર પણ દૂર શકતો નથી. તમે પણ આવા દ્વન્દ અનુભવ્યા હશે અને એ દ્વન્દમાંથી નીકળી સત-અસત બધાનો સ્વીકાર કરી ભાવનાઓને શુધ્ધ રાખવાની છે. ગુસ્સો ન સ્વીકારીએ અને દાબીએ તો બમણા જોરથી નીકળે પણ તેને શુદ્ધ ભાવનાઓથી ઓગાળીએ તો પ્રેમ સાથે ભળી શક્તિનું ટ્રાન્સફોર્મેશન કરે છે.ખરૂં ને? ‘ક્રોધને જીતે તે સાચો વીર’ કહ્યુ છે કારણ કે હિંસા દૂર કરવાનો તે એક જ ઉપાય છે. તમને અગુંલિમાલ અને બુદ્ધની વાત તો યાદ જ હશે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ દ્વન્દ રહેવાના જ એટલે કઈ પળે ક્યો ભાવ પ્રબળ થઈ જશે તે આપણને ય ખબર નથી રહેતી કારણ કે આપણે પળેપળ જાગૃત રહી મનને સંયમમાં નથી રાખી શક્તા. કસોટીની પળે જાણ થાય કે આપણે ઊંઘતા મનને જાગૃત ગણવાની ભૂલ કરી બેઠા હતા. બુદ્ધ જાગૃત હતા તેથી પોતાની માતાને મારી નાખવા તૈયાર થયેલા અંગુલિમાલની સામે ડર વગર ઉભા રહ્યા અને અંગુલિમાન જે સગી માતાનું ય ખૂન કરવા તૈયાર હતો અને દુનિયા જેનાથી કાંપતી હતી તેને અંતે તો પ્રેમને શરણે થવું પડયુ. માનનીય જુગલકિશોરભાઈની વાત પણ વિચાર માંગી લે તેવી છે.

  • સુરેશ કહે છે:

   આપણે જે કાંઈ વિચારો કે મનોમંથન રજૂ કરીએ, તે આપણા સ<સ્કાર. ઉછેર, શિક્ષણ, સમાજ વ્યવસ્થા , એબધાં પર આધાર રાખે છે.
   વાનરોના કે કીડીઓના સમાજનાં< સત્યો અને મૂલ્યો સાવ વિભિન્ન હોર્ર શેકે. અરે! આ હાદઝા સમાજની જ વાત કરો ને? – પુરાતન કાળનો નહીં – આ ૨૦૧૧ની સાલનો-
   http://gadyasoor.wordpress.com/2010/02/05/hadza/

   અહીં કોઈ ધર્મ, ઈશ્વર, ન્યાય વ્યવસ્થા, શિક્ષણ, સરકાર … કશું જ નથી, અને છતાં એ કહેવાતા આધુનિક, સુસંસ્કૃત સમાજ કરતાં વધુ વ્યવસ્થિત, સુખી સમાજ છે. એમનું સત્ય ?

   • ત્યાં શબ્દો અને તેનું છળ નથી તેથી કુદરતી છે તે જળવાયું છે. અને એટલે કુદરત સાથેના સાંનીધ્યનું તેને સુખ છે. તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જો સતત જાગ્રુતિ રાખી ભયનો સામનો ન કરે તો બીજા પ્રાણીઓનો શિકાર થઈ કોળિયો થઈ જતાં વાર ન લાગે. આપણા કરતાં એમની કુદરતી શક્તિઓ ઘણી વધારે છે તેથી તો તેઓ આપણે ઉભી કરેલી વ્યવસ્થામાં ફસાવા નથી માંગતા મૂંગા પક્ષીઓ પણ એકવાર પાંજરાથી ટેવાયા પછી ખૂલ્લા ગગનમાં ઉડતા પ્રથમ તો ગભરાય જ છે? અને કેટલીક વાર તો ખૂલ્લા પાંજરા હોય તો ય પાછા આવીને બેસે છે ખોરાકની નિશ્ચિતતા માટે. આપણે પણ એ જ કારણે આ પાંજરા જેવા ઘર નથી છોડી શકાતા ને? જે મહાવીર અને બુદ્ધ જેવાએ છોડી દીધેલા.. આ ચર્ચાનો હેતુ મારી વાત ઠોકી બેસાડવાનો નથી પણ મારૂં જ્ઞાન વધે છે માટે કરૂં છું. આશા છે કે આપ સમજી શકશો.

 16. jjkishor કહે છે:

  absolute truthવાળી વાત તમારી સાચી છે, પણ એ સત્ય સિવાયનાને હકીકત શબ્દથી કે સાચી વાત, સાચું દર્શન, સાચો માણસ જેવા શબ્દોથી રજૂ કરી શકાય. કેટલાક શબ્દોને જેમના તેમ રાખીને એનું માહાત્મ્ય જાળવી ન શકાય ?

  શાશ્વત સત્ય પણ શા માટે ? ફક્ત સત્ય શબ્દ જ વાપરીને બાકીની બધી સાચી વાતોને સાચી–સાચો–સાચું એમ જાતિ મુજબ દર્શાવી શકાય. મને જે લાગે છે તે મારે માટે ‘સાચું’ છે તેમ કહું પણ હું કહું છું તે ‘સત્ય’ છે એમ ન કહું.

  જોકે છેવટે તો એ કંઈક અંશે ભાષાનો સવાલ બની જશે ! મારો સવાલ તો ફક્ત એના પ્રકારો પૂરતો જ ગણાય. બાકી તો આપણા બન્નેની વાત સાચી. તમે શરૂ કરેલા વિચાર માટે આનંદ.

 17. સુરેશ કહે છે:

  ચાલો , બીજો એક પ્રયોગ જરીએ.

  હું એક થિયરી મૂકું છું ,
  ‘વિશ્વની રચના સેતાને કરી છે, જેમાં સદ તત્વો વારંવાર બળવો પોકારે છે ; પણ છેવટે એ બળવા દબાવી દેવામાં આવે ચે, અને છેવટે તો અસદ નો જ વિચાર થાય છે. જીવન અબજો પ્તયત્ન જન્મ માટે કરે છે. પણ છેવટે તો મૃત્યુ જ વિજયી બને છે.’
  આનું પ્રતિપાદન કરતાં અનેક ઉદાહરણો વડે આ થિયરી સાબિત કરી શકાય.

  • સુરેશ કહે છે:

   સોરી મુદ્રારાક્ષસ !

   પ્રયોગ કરીએ.
   અસદ નો જ વિજય થાય છે
   જીવન અબજો પ્રયત્નો જન્મ માટે
   ———————
   એક જરૂરી ચોખવટ ..
   આ એક ઉદાહરણ છે. ……..માનવ મન આમ પણ માની શકે!

 18. સુરેશ કહે છે:

  સરસ આલોચના, અને સરસ પ્રતિભાવો.

  એક બીજી રજૂઆત …

  સત્ય એ અનેક પાસાંવાળો હીરો છે. એનું જે પાસું જોનારને દેખાય છે, તે તેને સત્ય લાગે છે.
  એક સનાતન સત્ય જોઈએ.
  બધું ઈશ્વરે બનાવ્યું છે. બધા ધર્મો, જાતિઓ આમ માને છે.
  સામો વિચાર – ઈશ્વરને માણસે કલ્પ્યો છે. વાઘ, સસલું. ઝાડ ઈશ્વરમાં માને છે?

  સત્ય – અસત્ય એ વિચાર જ માનવ મનની નિપજ છે. આથી મનની મર્યાદાઓ નડે જ.
  ——————
  એક તોફાની રજૂઆત …

  સત્ય જેવું કશું છે જ નહીં !!!

 19. Ken કહે છે:

  you may read more about truth here in the links.

  http://en.wikipedia.org/wiki/Brahman
  http://en.wikipedia.org/wiki/Truth
  http://www.wisegeek.com/what-is-absolute-truth.htm

  ગુજરાતી ભારતકી રાજ્યભાષા ઔર રાષ્ટ્રલિપિ?
  http://kenpatel.wordpress.com/

 20. jjkishor કહે છે:

  સત્યને ઘણાં વીશેષણો લગાડાય છે, જેમ કે અર્ધસત્ય, આંશીક સત્ય, નગ્ન સત્ય વગેરે. પણ સત્યને જેમ વીશેષણો ન હોય તેમ તેના પ્રકારો પણ (મારી દૃષ્ટીએ) ન હોય. તમે બતાવેલા પ્રકારોમાં બીજો અને ત્રીજો પ્રકાર એક જ છે ! “કોઈ કહે કે ‘સુર્ય ઉગ્યો છે’, કે ‘ઉગે છે’…” તો એ વાક્ય જ અસત્ય છે ! સુર્ય ઉગેલો જ હોય છે. એ આથમેલો હોતો જ નથી. આપણને જે દેખાય છે તે ઉગેલો કે આથમેલો તે આપણી દૃષ્ટી ફક્ત છે. એ આપણી “દૃષ્ટીની સાપેક્ષતા” માત્ર કહી શકાય. એ જ રીતે મને ઠંડી લાગે છે ને તને ગરમી લાગે છે તેવાં વાક્યોનું પણ એમ જ સમજવું.

  સત્ય એટલે જેનું અનસ્તીત્ત્વ ક્યારેય નથી તે. ગીતામાં કહ્યું છે, नासतो विद्यते भावो, नाभावो विद्यते सतः (૨/૧૬) એટલે કે અસત્ નું અસ્તીત્વ નથી ને સત્ નો અભાવ (અનસ્તીત્વ) નથી. જે કંઈ દેખાય છે તે દુન્યવી દૃષ્ટીએ “હોય છે” એની ના નહીં, પરંતુ જ્યારે આપણે ‘સત્ય’ જેવી શાશ્વતીની વાત કરીએ ત્યારે ક્ષણીક દેખાતી ને ક્ષણમાં વીલીન થઈ જતી બાબતોને એમાં ભેળવવી ન જોઈએ.

  સત્ય અખંડ છે એને ટુકડાઓમાં શી રીતે વહેંચાય ? જે સહેજ પણ (સુક્ષ્મ કણ જેટલુંય) ખંડીત છે તેને જેમ અ–ખંડીત કહી ન કાય તેવી જ રીતે જે સુક્ષ્માતીસુક્ષ્મપણે પણ અસત્યનો સ્પર્શ ધરાવતું હોય તેને સત્ય શી રીતે કહેવાય ?

  બીજી રીતે કહીએ તો જે સનાતન છે તેના વીભાગો શી રીતે હોઈ શકે ? નદી જો ગંગોત્રીથી માંડીને છેક સાગર સુધી જીવંત અને વહેતી હોય તો ગમે ત્યાં એને જુએ, તે નદી જ છે. વચ્ચે કોઈ જગ્યાએ તે સરોવર જેવી સ્થીર લાગે તો પણ આપણે તેને સરોવર કહેતાં નથી ! સત્ય સર્વ‘વ્યાપક’ છે, એ ‘સતત‘ છે, એ ‘કાયમ’ છે, એ ‘એ જ’ છે, ને એ જ ‘એ’ છે !!

  જોકે ‘આ લખાણ’ પણ “મારી પોતાની સમજ મુજબની” ‘માન્યતા’ જ છે, એને જ સત્ય કહીને હું સત્યને મારું બનાવી ન શકું !

  • સત્યને વ્યાખ્યામાં ઢાળી શકાતું નથી તેને સમજવાનું જ રહે તેથી તમે લખ્યું છે તેમ તેના પ્રકારો પાડવાની ચેષ્ઠા અર્થ વગરની લાગે. પણ જેની વ્યાખ્યા અધરી છે તેને સમજવા અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવાના પ્રયત્નરૂપે જ આ પ્રકારો છે. મને લાગે છે કે તમે જે વાત કરો છો તે absolute truthની છે જ્યારે મારી વાત વધારે તો relative truthની છે. અહીં કેન પટેલે મોકલેલ વીકિપીડીયાની લીંક પર પણ Truth વિષે વાંચ્યુ. તમારી વાત સાથે સહમત છું સૂર્ય ઉગતો આથમતો નથી પણ આપણી દ્રષ્ટિને કારણે એમ કહીએ છીએ. પણ એક અલગ દિશાઓને કારણે અલગ દ્રષ્ટિ હોય તેથી સત્ય અલગ રીતે પ્રગટ થાય છે. પણ ગમે તે દિશાએથી ગમે તે સમયે અને ગમે તે દ્રષ્ટિએ જોવાના આપણા પ્રયત્નોથી તેને પામવાનું મુશ્કેલ બને છે. પ્રકાશ તે પ્રકાશ જ છે છતાં સૂર્યનો, મીણબતીનો, ફાનસનો કે વિદ્યુતનો એવા વિભાગ પાડી શકાય તેવો જ કાંઈક મારો આ પ્રયત્ન છે. સત્યને થોડુંક પણ પામ્યા પછી કદાચ એવી જરૂર પણ નહી જણાય. અને આપની સાથે પૂરેપૂરી સહમત થઈ શકું તેવી સમજણ કેળવાય તેવી આશા રાખુ છું. જો કે તમારી વાતમાં હું અસહમત પણ નથી.

   • સુરેશ કહે છે:

    અનુભવાવવું .. સરસ શબ્દ પ્રયોગ. – ગમ્યો.

    બધા પેગંબરોએ અને સંતોએ આ જ કર્યું છે. અને એમાંથી જ બધા બખેડા, વાદ, વિવાદ, ચર્ચાઓ શરૂ થઈ ગયા!
    સૌથી સાચી વાત , ટૂંકમાં લતાબેને કહી દીધી.
    આપણને જે અનુભૂતિ થાય- તે આપણું સત્ય . એ બીજાને પહોંચાડવાના ધખારા ન રાખીએ.
    પણ માળું! રહેવાતું નથી..
    અનુભવાવવા વિના !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.