દોડતી હતી હું ત્યારે
દોડ્યો હતો સમય સાથસાથ
થંભી હું તો દીધી હાથતાળી
સૂરજની સાથ સાથ ઉગે ને આથમે
ઘેનમાં, સ્વપ્નમાં, દૂર દૂર દેશમાં
સરતી હું ભૂત, ભાવિ, આજના આભાસમાં
બદલતો વેશ છૂપી મુખરેખા ને કેશમાં
રમતો રમાડતો સેજમાં ને સૈયરમાં
ફૂલડાં બાલવાડીના સંગ મલકે
ને છલકે આંસુથી સુખદુઃખમાં
ઉદાસીમાં જાય નહી જાકારે
રીજવે ધરે મોંઘેરી ભેટ
સૂર સંગીત નૃત્ય રસપાનની
કાંડેથી છોડી પટ્ટી ઘડિયાળની
કરૂં તૈયારી ચિરનિદ્રા તણી
અંતે…મૃત્યુના દ્વારે કહેતો કાનમાં
ચાલ અનંતની સફરે…હવે થંભ્યો છું હું તારી રાહમાં !
WelCome to Axaypatra
વાચકોની સંખ્યા:
- 45,700 hits
Search
શ્રેણીઓ
ફેબ્રુવારી 2019 સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 -
Join 84 other subscribers
-
તાજેતરની પોસ્ટ્સ
Blogroll
સંગ્રહ
શ્રેણીઓ
શ્રેણીઓ
વાહ..વાહ..ખૂબ સરસ આલેખન.
મજા પડી ગઈ
Thank you for sharing Jsk
Sent from my iPhone
>