પ્રતિક્ષા

આ સુમસામ અંધારી રાતે
તારી પ્રતિક્ષા કરતાં
મારી આંગળીઓના ટેરવાં
લેમ્પની સ્વીચ ઓન ઓફ કરતાં
સ્વ ચેતનાને જગાડવા મથે છે

તે સમયે અચાનક
ઊંઘ કે ઉજાગરામાં સરી પડું
તે પહેલાં જ બલ્બ ઊડી ગયો.

વીજળીનો વાયર અને સ્વીચ
હજુ મારા હાથમાં જ રમે છે
પરંતુ હવે ચેતના પ્રાપ્તિ
તારા આગમન વગર શક્ય નથી

અથવા એમ કહું કે
બલ્બ બદલવા માટે પણ
હવે મારે તારી જરૂર છે.

This entry was posted in કાવ્યો, સ્વરચિત કૃતિઓ. Bookmark the permalink.

3 Responses to પ્રતિક્ષા

  1. chandravadan કહે છે:

    પરંતુ હવે ચેતના પ્રાપ્તિ
    તારા આગમન વગર શક્ય નથી
    Sundar Vichar !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Rekhaben….Hope to see you on Chandrapukar !….Thanks for your visits/comments in 2010 & hope to see you often in 2011.

  2. himanshupatel555 કહે છે:

    પ્રતિક્ષા એ જાગૃતિ છે સંવેદના નથી, પણ એ જાગૃતિ જ્યારે સંવેદના બનવા કાર્યરત બને છે ત્યારે એ કેવળ પ્રતિક્ષા થઈ જાય છે,કવિતા અનુભૂતિનો ‘વ્યાપાર’ છે..

  3. પંચમ શુક્લ કહે છે:

    આ પ્રતીક્ષા એટલે ચાંપ/વીજળી અને ઝગમગવા વચ્ચેની સ્વ-જાગૃતીનું કાવ્ય…..

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.